Digital E-Rupee: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે જલદી ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયા (E-Rupee) નું પાયલોટ લોન્ચ શરૂ કરશે. તેની શરૂઆત 1 નવેમ્બરથી એટલે કે આજથી થવા જઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હવે આરબીઆઇની પોતાની ડિજિટલ કરન્સી હકીકત બનવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાંજેક્શન માટે ડિજિટલ રૂપીની શરૂઆત કરશે. આ હાલ પાયલોટ પ્રોજેટ તરીકે શરૂ થશે. 


ભારતીય રિઝર્વ બેંકના અનુસાર તેનાથી ભારતીય ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં, પેમેન્ટ સિસ્ટમને વધુ સક્ષમ બનાવવા અને મની લોન્ડ્રીંગ રોકવામાં મદદ મળશે. ડિજિટલ રૂપીનો ઉપયોગ સરકારી સિક્યોરિટીના સેટલમેંટ માટે થશે. 


આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની ઓળખ કરવામાં આવી છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ બરોડા, યૂનિયન બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇડીએચસી બેંક અને એચએસબીસી બેંક સામેલ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube