નવી દિલ્હી: જો તમે આ વાતથી નિરાશ છો કે, રિઝર્વ બેંકે વ્યાદ દરમાં કોઇ ફેરફાર ન કરી હોમલોનની EMI પર કોઈ રાહત આપી નથી. તો એક તરફ તમારૂ નિરાશ થવુ યોગ્ય પણ છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, રિઝર્વ બેંકના આ પગલાથી ભલે રેપો રેટમાં ઘટાડો થયો નહીં, પરંતુ હોમલોન સસ્તી થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકે 31 માર્ચ 2022 સુધી તમામ નવી લોનના રિસ્ક વેટ (Risk weight)ને LTV એટલે કે Loan to valueથી લિંક કર્યો છે. તમને સમજવામાં થોડી ટેક્નિકલ જરૂર લાગી શકે છે, પરંતુ તે ખુબજ સરળ વસ્તુ છે. આ રીતે સમજો..


આ પણ વાંચો:- તહેવારોની સીઝન પહેલાં RBI એ આપ્યો ઝટકો, નહીં મળે EMI પર રાહત


શું છે રિસ્ક વેટથી લોન આપવાની રીત
અત્યારે બેંક જે પણ કંઝ્યૂમર લોન જેમ કે, હોમલોન, કાર લોન વગેરે આપે છે. તેનો રિસ્ક રેટ બે રીતે નક્કી થયા છે. રિસ્ક વેટ એટલે કે બેંક આ અનાલિસિસ કરે છે કે કઈ ખાસ લોન આપવામાં જોખમ કેટલું છે, આ હિસાબથી તેઓ તે લોનની પ્રોવિઝનિંગ કરે છે. આ છે બીજી રીત...


પહેલા, લોનનું કદ, એટલે કે, કેટલી લોન આપવામાં આવી રહી છે
બીજું, Loan to value- લોન દ્વારા કુલ લોનને કેટલું ડાઉન પેમેન્ટ આપવામાં આવ્યું છે અને બેંકે કેટલું ફાઈનાન્સ કર્યું છે. આ તેનું ગુણોત્તર છે.


આ પણ વાંચો:- થાળીમાંથી ગાયબ થવાની છે ડુંગળી, જાણી લો મોટું કારણ


હવે RBI એ કહ્યું છે કે રિસ્ક વેટેજ ફક્ત Loan to value પર આધારિત છે, લોનના કદ પર નહીં. આ સિવાય, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી), હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) બેંકોના સહયોગથી લોન ફાઇનાન્સ કરી શકશે, અગાઉ ફક્ત અમુક પસંદ કરેલી NBFCsને જ આ મંજૂરી આપવામાં આવી હતી.


રિસ્ક વેટેજને LTVથી લિંક કરવાના ફયાદા
રિસ્ક વેટેજને LTVથી લિંક કરવાના થી લોનની તક વધશે, બેંકો ઓછા જોખમમાં મહત્તમ લોન આપી શકશે. લોન માટે બેંકોની જોગવાઈ પણ ઓછી હશે. આ સાથે મોટી હાઉસિંગ લોન પણ આપી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube