Share Market Update: શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. તો બીજી તરફ શેર બજારમાં ઉતાર-ચઢાવના કારણે રોકાણકારોને નુકસાન પણ થાય છે તો ફાયદો પણ થાય છે. બજારમાં ઘણા એવા શેર છે જેમણે લોન્ગ ટર્મમાં રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે. આ શેરના લીધે રોકાણકારો ઓછા સમયમાં જ વધુ પૈસા કમાવવા લાગ્યા છે. જોકે શેર બજારમાં કેટલાક એવા શેર પણ છે જેમણે રોકાણકારોના પૈસા ડૂબી ગયા છે. એવા શેર રોકાણકારો માટે કોઇ ખરાબ સપનાથી ઓછું નથી. તેમાંથી એક ટેલિકોમ સેક્ટરનો સ્ટોક પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે શેર
શેર બજારમાં ઘણા એવ શેર સામેલ છે, જે એક સમયે લોકોની આંખનો તારો હતો. લોકો તે કંપનીના શેર આંખ બંધ કરીને પણ ખરીદવાનું પસંદ કરતા હતા પરંતુ આજે એ જ શેર કોડીના ભાવે મળી રહ્યો છે અને લોકો તેને ખરીદવાનું પણ પસંદ કરતા નથી. તેમાંથી એક શેર રિલાયન્સ કોમ્યુનિકેશન (Reliance Communications) નો પણ છે. 


આટલા લગાવ્યો હાઇ
Reliance Communications એટલે કે RCom અનિલ અંબાણીની કંપની છે. વર્ષ 2008 ની શરૂઆત પહેલાં સુધી આ શેરમાં તેજી જોવા મળી હતી અને લોકો આ કંપનીના શેર ધડાધડ ખરીદી રહ્યા હતા. આરકોમના શેરએ 10 જાન્યુઆરી 2008 ના રોક ઓલ ટાઇમ હાઇ લેવલ લગાવતાં 820.80 રૂપિયાનો હાઇ લગાવ્યો હતો. 


ડૂબ્યા પૈસા
જોકે ત્યારબાદથી જ શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. હવે સ્થિતિ એવી છે કે શેર હાલમાં 2 રૂપિયાના ભાવે મળી રહ્યો છે. 29 જુલાઇ 2022 ના રોજ શેરનો એનએસઆઇ પર ભાવ 2.20 રૂપિયા છે. તો બીજી તર આરકોમનો શેર નીચામાં 0.60 પૈસા સુધી જઇ ચૂક્યો છે. એવામાં ફક્ત 14 વર્ષમાં જ આરકોમએ રોકાણકારોના પુરા પૈસા ડૂબાડી દીધા છે. 


(ડિસ્કલેમર: કોઇપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં એક્સપર્ટ પાસેથી જાણકારી લો. ઝી ન્યૂઝ કોઇપણ પ્રકારના રોકાણ માટે તમને સલાહ આપતું નથી.)