Gujarat Postal Circle માં વિવિધ જગ્યાઓ માટે કરાશે ભરતી, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાત પોસ્ટલ સર્કલ માં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. પોસ્ટલ સર્કલ માં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઇલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ જેવી ગ્રુપ C ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે.
નવી દિલ્હીઃ ગુજરાત પોસ્ટલ સર્કલ માં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. પોસ્ટલ સર્કલ માં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઇલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ જેવી ગ્રુપ C ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.
આ રીતે કરી શકાશે અરજી:
પોસ્ટલ સર્કલ માં જોડાવવા માગતા યુવાનો indiapost.gov.in 2021 સુધી કરી શકશે અરજીપરથી અરજી કરવાની રહેશે. ઉમેદવારોને અરજી રજિસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટથી સબમિટ કરવી જોઈએ. ઉમેદવારને મદદનીશ નિયામક (ભરતી), મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380 001 પર અરજી મોકલવાની રહેશે. ઉમેદવાર તારીખ 25-11-2021 સુધી કરી શકશે અરજી.
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:
આ તમામ પદ માટે ઉમેદવારની પસંદગી તે શૈક્ષણિક અને રમતગમતની લાયકાતના આધારે કરવામાં આવશે.
પગાર ધોરણ:
ટપાલ સહાયક/સોર્ટિંગ આસિસ્ટન્ટ ના પદ માટે ઉમેદવાર નો પગાર 25500થી 81100 સુધી રહેશે. તથા પોસ્ટમેન અને મેઇલ ગાર્ડ નો પગાર 21700થી 69100 સુધી રહેશે. જ્યારે મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ નો પગાર 18000 થી 56000 સુધી રહેશે
વય મર્યાદા:
MTSના પદ માટે ઉમેદવાર ની વય 18 વર્ષથી 25 વર્ષ સુધી માન્ય રહેશે. અન્ય પોસ્ટ માટે ઉમેદવારોની વય 18 વર્ષ થી 27 વર્ષ સુધી માન્ય રહેશે. ઉંમરમાં છૂટછાટ માટે સૂચના તે સાઈટ આપવામાં આવેલ છે.
પરીક્ષા ફી:
આ તમામ પદ માટે ઉમેદવાર ને 100 રૂપિયા ફી ભરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube