`Recycle4Life` : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ
`Recycle4Life` અભિયાન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને તેમની આસપાસ જ્યાં કંઈ પણ ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ દેખાય તો તેને લઈને ઓફિસમાં રિસાઈકલિંગ લાવવા માટે જણાવાયું હતું. સ્વચ્છ અને હરિયાળી ધરતી બનાવવા માટે રિલાયન્સ અને તેની સહયોગી કંપનીએ સમગ્ર દેશમાં સંદેશો ફેલાવ્યો હતો.