નવી દિલ્હી: રેડમી નોટ 7 (Redmi Note 7)ની રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબરી છે. આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તારીખની જાહેરાત થઇ ગઇ છે. 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં થનાર એક કાર્યક્રમમાં આ ફોનને લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઠીક એક દિવસ પહેલાં 27 ફેબ્રુઆરીના રોજ સેમસંગ પોતાના Galaxy M30 ને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે બંને મીડિયમ બજેટ સ્માર્ટફોન છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAMSUNG નો Galaxy Tab Active 2 લોન્ચ, અડધા કલાક સુધી પાણીમાં રહેશે તો પણ થશે નહી ખરાબ


Redmi Note 7 ને ચીનમાં પહેલાં જ લોન્ચ કરવામાં આવી ચૂક્યા છે. તે સ્માર્ટફોનના ફીચરની વાત કરીએ તો 6.3 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે છે. Qualcomm સ્નૈપડ્રૈગન 660 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ત્રણ વેરિએન્ટ છે. ડુઅલ રિયર કેમેરા 48 મેગાપિક્સલ છે અને 5 મેગાપિક્સલ છે. સેલ્ફી કેમેરા 13 મેગાપિક્સલ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3GB RAM + 32GB વેરિએન્ટની કિંમત લગભગ 10300, 4GB RAM + 64GB વાળા વેરિએન્ટની કિંમત 12400 અને 6GB RAM + 64GB વાળા વેરિએન્ટની કિંમત 14500 રૂપિયાની આસપાસ છે.

ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર


સેમસંગે Galaxy M Serise ના બે સ્માર્ટફોન-Samsung Galaxy M10, Samsung Galaxy M20 ને જાન્યુઆરી મહિનામાં જ ભારતીય બજારમાં લોન્ચ કરી ચૂકી છે. 27 ફેબ્રુઆરીના રોજ Samsung Galaxy M30 કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં Exynos 7904 SoC પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 5000mAh ની બેટરી હશે. સાથે જ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે. તેની કિંમત 14900 રૂપિયાની આસપાસ હશે.

ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ


M20 ના 4GB+64GB વેરિએન્ટની કિંમત 12,990 રૂપિયા છે. 3GB+32GB વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. M10 ના 3GB+32GB વેરિએન્ટની કિંમત 8,990 રૂપિયા છે જ્યારે M10 ના 2GB+16GB વેરિએન્ટની કિંમત 7,990 રૂપિયા છે.