નવી દિલ્લીઃ IRCTC iPay Refund: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન એટલે કે IRCTC એ એક નવા પેમેન્ટ ગેટેવ  iPay ની શરૂઆત કરી છે. આની મદદથી હવે તમારું રિફન્ડ ઝડપથી પરત આવી જશે. આ વિશે વિસ્તારથી જાણો. રેલવેમાં મુસાફરી કરવાવાળા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તમને ટ્રેનની ટિકિટ બુક કરવા માટે ખુબ મુશ્કેલી ભોગવવી પડતી હતી. ટિકિટ કેન્સલ કરવા અને રિફન્ડ લેવા માટે પણ ખુબ ભેજામારી કરવી પડતી હતી પરંતુ હવે  રિફન્ડ માટે લાંબી રાહ જોવી પડશે નહીં.  IRCTC (Indian Railway Catering and Tourism Corporation) નું પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC-iPay ના નામથી છે. આના ફીચર્સ તમને ટિકિટ બુકીંગથી લઈને  રિફન્ડ સુધી મદદ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTC-iPay ની જોરદાર સર્વિસ:
IRCTC-iPay ની સર્વિસ  (IRCTC iPay App) પહેલેથી જ ચાલુ છે જે અંતર્ગત ટિકિટ બુકિંગ માટે કોઈ બેન્કના પેમેન્ટ ગેટવે (Payment Gateway) પર રૂપિયા આપવામાં આવે છે જેનાથી સમયની બચત થાય છે. ટિકિટ કેન્સલ કરાવાની સાથે જ તેનું રિફન્ડ (IRCTC iPay Refund Status) તરત  તમારા ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવે છે. આવો જાણીએ IRCTC iPay થી ટ્રેન ટિકિટ બુકિંગ માટેની સંપૂર્ણ પ્રક્રિયા (IRCTC iPay Ticket Booking Process).


IRCTC iPay થી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા:
1. iPay થી બુકિંગ માટે સૌપ્રથમ  www.irctc.co.in પર લોગિન કરો. 
2. હવે તમે તમારી મુસાફરી સાથે જોડાયેલી ડીટેલ જેવી કે જગ્યા અને ડેટા ભરો.  
3. તમારા રૂટ મુજબ ટ્રેન સિલેક્ટ કરો.  
4. ટિકિટ બુક કરતી સમયે પેમેન્ટ મેથર્ડમાં તમને પહેલો ઓપ્શન 'IRCTC iPay' નો મળશે. 
5. આ ઓપ્શનને પસંદ કરી 'પે એન્ડ બુક' પર ક્લિક કરો.
6. હવે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI ડીટેલ ભરો.  
7.  તમારી ટિકિટ તરત જ બુક થઈ જશે જે બાદ તેનું કન્ફોર્મેશન તમને SMS અને ઈમેલથી મળી જશે.  
8. ભવિષ્યમાં બીજી વખત ટિકિટ બુક કરવા પર તમારે પેમેન્ટ ડીટેલ ફરી નહીં ભરવી પડે. 


ઝડપથી રિફન્ડ મેળવો:
ટિકિટ કેન્સલ થવા પર પહેલા રિફન્ડ મળવામાં ખૂબ સમય લાગી જતો હતો પરંતુ હવે આ રૂપિયા ઝડપથી ખાતામાં આવી જશે. IRCTC અંતર્ગત  યૂઝર્સ પોતાના UPI બેંક ખાતા અને ડેબિટ માટે માત્ર  એક વખત જ મેનડેટ આપવાની રહેશે. મેનડેટ આપ્યા બાદ પેમેન્ટ ઈન્સ્ટમેન્ટ આગળના ટ્રાન્જેક્શન માટે અધિકૃત થઈ જશે. ટિકિટ બુક કરવામાં સમય પણ ઓછો લાગશે.