નવી દિલ્હીઃ જો તમે પણ પીએમ કિસાન સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી રાખ્યું છે. તો તમારા માટે જરૂરી સમાચાર છે. કેન્દ્ર સરકાર તરફથી દેશના કરોડો કિસાનોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ 12મા હપ્તાના પૈસા માત્ર તે કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેણે પોતાનું કેવાઈસી કરાવી રાખ્યું છે. જો તમારે પણ ખાતામાં પૈસા જોઈએ તો ફટાફટ KYC અપડેટ કરાવી લેજો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે આવી શકે છે 12મા હપ્તાના પૈસા?
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધી કિસાનોને 11 હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સાથે જલદી 12મા હપ્તાના પૈસા કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 1 સપ્ટેમ્બર 2022ના કિસાનોના ખાતામાં 12મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. 


માત્ર ચાર દિવસનો સમય
પીએમ કિસાન સ્કીમને લઈને છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ઈ-કેવાઈસી અપડેટ કરવાનું જરૂરી થઈ ગયું છે. જો તમે પોતાનું KYC કરાવ્યું નથી તો તમારા ખાતામાં આગામી હપ્તાના પૈસા ટ્રાન્સફર થશે નહીં. તમે 31 જુલાઈ 2022 સુધી પોતાનું કેવાઈસી અપડેટ કરાવી શકો છો. 


આ પણ વાંચોઃ RBI MPC Meeting: જેની લોન ચાલતી હોય તેને લાગશે ઝટકો, RBI વધારશે રેપોરેટ, મોંઘી થશે EMI


કઈ રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન
પીએમ કિસાન સન્માન યોજના હેઠળ રજીસ્ટ્રેશન ઓનલાઇન થાય છે. પંચાયત સચિવ કે પછી સ્થાનીક કોમન સર્વિસ સેન્ટર દ્વારા કિસાન આ યોજના માટે અરજી કરી શકે છે. 


પીએમ કિસાન માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
આધાર કાર્ડ 
બેન્ક ડિટેલ્સ
ખેતીની જાણકારી અને ડિટેલ્સ
મોબાઇલ અને પાસપોર્ટ સાઇઝ ફોટો


શું છે પીએમ કિસાન યોજના?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર કિસાન પરિવારોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રમક બે-બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા દર ચાર મહિને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube