જામનગરમાં બનશે ગ્રીન એનર્જી હબ, રિલાયંસ કરશે 60 હજાર કરોડનું રોકાણ, સૌથી સસ્તો ફોન લોંચ કર્યાનો કંપનીનો દાવો
Reliance AGM 2021: આજે એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani) માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડરોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું.
નવી દિલ્લીઃ આજે એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani) માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 44 મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરહોલ્ડરોને વર્ચ્યુઅલી સંબોધન કર્યું. જેમાં ગુજરાતના જામનગરમાં ગ્રીન એનર્જી હબ બનાવવાની અને 60 હજાર કરોડનું રોકાણ કરવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. રિલાયંસ 4 મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરશે.
Switzerland જ નહીં પરંતુ આ જગ્યાએ પણ જમા છે અનેક દેશોની GDP કરતાં વધારે સંપત્તિ!
મુકેશ અંબાણીએ એવી જાહેરાત કરીકે, રિલાયંસ કંપની જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ વિકસાવશે. કંપની હવે પરંપરાગત એનર્જીને બદલે ન્યૂ એનર્જી એટલેકે, સોલાર જેવી ગ્રીન એનર્જી પર ભાર મુકી રહી છે. કારણકે, આ વસ્તુ જ આગળ જઈને ફ્યુચર એનર્જી બનશે. જામનગરમાં 4 ગીગા ફેક્ટરી બનાવવામાં આવશે. રિલાયન્સ 2030 સુધીમાં 100 ગીગા વોટ સોલર એનર્જી ઉત્પન્ન કરશે.
PUC નહીં હોય તો હવે સસ્પેન્ડ થઈ જશે વાહનનું રજિસ્ટ્રેશન, નવો નિયમ જાણીલો નહીં તો જમા થઈ જશે વાહન!
તેના માટે રિલાયંસે ન્યૂ એનર્જી કાઉંસિલની રચના કરવામાં આવી છે. જેમાં દેશની ઘણી પ્રતિભાઓને સામેલ કરવામાં આવશે. તેમના સુચનો અને તેમના દિશા નિર્દેશો પણ લેવામાં આવશે. જામનગરમાં સ્થપાનાર ધીરૂભાઈ ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ 5000 ગીગાવોટની ઉર્જાનું ઉત્પાદન કરશે. સોલાર એનર્જી દ્વારા સસ્તા મોડ્યુઅલ આપીશું. વધુમાં મુકેશ અંબાણીએ જણાવ્યુંકે, ભારત દેશને દુનિયામાં ગ્રીન એનર્જીનો નિકાસ કર્તા બનાવવાનું અમારું લક્ષ્ય છે. અમે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરેલાં આત્મનિર્ભર ભારતના અભિયાનને આગળ વધારવા કટિબદ્ધ છીએ.
Petrol ના ભાવ ગમે તેટલાં વધે તમારા ખિસ્સાને નહીં થાય અસર, આ SCOOTERS બચાવશે તમારા પૈસા!
એશિયાના સૌથી અમીર બિઝનેસમેન અને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) દરમિયાન જિયો-ગૂગલ ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને જિયોફોન નેક્સ્ટ નામ આપવામાં આવ્યું છે. તેને 10 સપ્ટેમ્બરથી એટલે કે ગણેશ ચતુર્થીથી ખરીદ શકાશે. કંપનીનો દાવો છે કે આ દેશનો જ નહિ પરંતુ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube