Reliance AGM: મોટા ખુશખબર! રિલાયન્સ હવે સસ્તામાં વેચશે ખાણીપીણીનો સામાન, લોન્ચ કરશે FMCG Business
Reliance Industries AGM: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે 45મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) યોજાઈ. એજીએમને મુકેશ અંબાણીએ સંબોધિત કરી. જેમાં Jio 5જી સેવા સહિત અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. એક જાહેરાત FMCG Business વિશે પણ થઈ. ખાસ જાણો તેના વિશે.
Reliance Industries AGM: સામાન્ય જનતા માટે સારા સમાચાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ આજે પોતાની વાર્ષિક બેઠકમાં મોટી જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ બેઠકમાં જણાવ્યું કે તેઓ આ વર્ષે પોતાના FMCG Business ને લોન્ચ કરશે.
સસ્તામાં મળશે રોજબરોજનો સામાન
રિલાયન્સ આ વર્ષે પોતાના ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ને લોન્ચ કરશે. રિલાયન્સના આ બિઝનેસને લોન્ચ કરવાથી સીધો ફાયદો સામાન્ય જનતાને થશે. ઈશાએ કહ્યું કે અમારો બિઝનેસ લોન્ચ થયા બાદ ગ્રાહકોને સસ્તામાં રોજબરોજની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
સસ્તામાં મળશે હાઈક્વોલિટી પ્રોડક્ટ્સ
ઈશા અંબાણીએ કહ્યું કે આ બિઝનેસને લોન્ચ કરવાનો હેતુ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સને સસ્તા ભાવે જનતાને ઉપલબ્ધ કરાવવાનો છે. આ સાથે જ ભારતમાં રહેતા લોકોને રોજબરોજનો સામાન અને તેમની જરૂરિયાતો પૂરી કરવાનો છે.
Reliance Industries AGM 2022: રિલાયન્સની AGMમાં 5G સેવા પર થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે લોન્ચ થશે
અત્રે જણાવવાનું કે આજે રિલાયન્સની 45મી વાર્ષિક સામાન્ય બેઠક આયોજિત થઈ. આ બેઠકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પણ સંબોધન કર્યું અને 5જી રોલઆઉટ વિશે અત્યંત મહત્વની જાહેરાત કરી. દિવાળી 2022 પહેલા દેશમાં 5જી સેવા લોન્ચ થઈ જશે એમ તેમણે જણાવ્યું. મેટ્રો સિટી સહિત કેટલાક મહત્વના શહેરોમાં આ સેવાઓ લોન્ચ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube