Rcom Share: અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓના શેરમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાંથી એક શેર રિલાયન્સ કમ્યુનિકેશન (Reliance Communications Ltd)નો છે. રિલાયન્સ કમ્યુનિકેશનના શેરમાં 4 નવેમ્બરથી ટ્રેડિંગ બંધ છે. કંપનીના શેરની અંતિમ બંધ કિંમત 2.09 રૂપિયા છે. મહત્વનું છે કે કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. બીએસઈ પ્રમાણે રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના શેરની સ્થિતિ
રિલાયન્સ કમ્યુનિકેશનના સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 15 ટકાનો ઘટાડો થયો છે. છ મહિનામાં તેમાં 34 ટકાની તેજી આવી છે. આ વર્ષે YTD માં અત્યાર સુધી શેર 4 ટકા વધ્યો છે. જ્યારે એક વર્ષના ગાળામાં 20 ટકાની તેજી આવી છે. પાંચ વર્ષમાં તેમાં 198 ટકાની તેજી જોવા મળી છે. પરંતુ લાંબાગાળામાં કંપનીના સ્ટોકે ખુબ નુકસાન કરાવ્યું છે. 


આ પણ વાંચોઃ 40 વર્ષની ઉંમરે બની જશો કરોડપતિ, બસ રોકાણ કરવા માટે અપનાવો આ Magical Formula


11 જાન્યુઆરી 2008ના રોજ આ શેરની કિંમત 792 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. અત્યાર સુધી આ સ્ટોક 99% ઘટ્યો છે. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, જો કોઈ રોકાણકારે આ સમયગાળા દરમિયાન આ શેરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હોત અને તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રોકાણ ઘટીને માત્ર 252 રૂપિયા થઈ ગયું હોત. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 2.59 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 1.47 છે. તેનું માર્કેટ કેપ રૂ. 589.06 કરોડ છે.


કંપનીનો બિઝનેસ
તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન પણ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ એક ઔદ્યોગિક ગૃહ અથવા જૂથ છે જેમાં ઘણી કંપનીઓ છે. અનિલ અંબાણી તેના માલિક છે.