₹120 થી ₹4 પર આવી ગયો આ શેર, હવે 12 ઓગસ્ટે મહત્વની બેઠક, LIC પાસે છે કંપનીના 74 લાખ શેર
Reliance Home Finance Ltd: અનિલ અંબાણીની મોટા ભાગની કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેમાંથી એક કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ પણ સામેલ છે.
Reliance Home Finance Ltd: અનિલ અંબાણીની મોટાભાગની કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થી રહી છે. તેમાંથી એક કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સ પણ સામેલ છે. નોન-બેન્કિંગ ફાઈનાન્સ સાથે જોડાયેલી આ કંપનીના શેર કેટલાક વર્ષો પહેલા સુધી 120 રૂપિયાના સ્તર પર હતા પરંતુ સ્થિતિ બદલાતા તેના ભાવમાં સતત ઘટાડો થયો છે. હવે એવી સ્થિતિ આવી કે કંપનીનો શેર 5 રૂપિયાથી નીચેની કિંમતે કારોબાર કરવા લાગ્યો છે. વર્તમાનમાં શેરની કિંમત 4.02 રૂપિયા છે. જાન્યુઆરી મહિનામાં રિલાયન્સ હોમ ફાઈનાન્સના સ્ટોકે 6.22 રૂપિયા સુધીના સ્તરને ટચ કર્યું હતું. આ શેરનો 52 સપ્તાહનો હાઈ પણ છે. તો ઓગસ્ટ 2023માં શેરની કિંમત 1.61 રૂપિયા હતી, જે શેરનો 52 સપ્તાહનો લો છે.
એલઆઈસીની કંપનીમાં મોટી ભાગીદારી
શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રિલાયન્સ હોમ ફાઈનાન્સના પ્રમોટર રહેલા અનિલ અંબાણી પાસે સામાન્ય શેર છે. કંપનીમાં પ્રમોટર અનિલ અંબાણી પરિવારની ભાગીદારી 0.74 ટકા છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 99.26 ટકા છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં એલઆઈસી એટલે કે ભારતીય જીવન વીમા નિગમ પણ છે. એલઆઈસીની પાસે રિલાયન્સ હોમ ફાઈનાન્સના 74,86,599 શેર છે. તે આશરે 1.54 ટકા ભાગીદારી બરાબર છે.
આ પણ વાંચોઃ આને કહેવાય છપ્પરફાડ રિટર્ન, માત્ર 4 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયા
યોજાવાની છે બોર્ડ બેઠક
તાજેતરમાં રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડે બોમ્બે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી કે કંપનીના ડિરેક્ટર મંડળની બેઠક આગામી સપ્તાહે યોજાવાની છે. આ બેઠકમાં અન્ય વાતો સાથે-સાથે બોર્ડ બેઠકના સ્થગન પર વિચાર કરવામાં આવશે. આ બેઠક 12 ઓગસ્ટ 2024ના યોજાવાની છે.