નવી દિલ્હી: જેટ એરવેઝ (Jet Airways)નું સંચાલન બંધ છે. કંપનીને તાત્કાલિક હજારો કરોડની જરૂર છે, પરંતુ બેંકોએ તાત્કાલિક રાહત આપવાની ના પાડી દીધી છે. એરલાઇનને ફરીથી શરૂ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તમામ ખરાબ સમાચારો વચ્ચે Jet Airways માટે એક સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા માંગે છે. જોકે તેમની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે જેટને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જમા કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર એતિહાદ એરવેઝ (Etihad Airways) દ્વારા જેટમાં ભાગીદારી ખરીદવા માટે ઇચ્છુક છે. હાલમાં એતિહાદની ભાગીદારી 24 ટકા છે. કંપનીમાં જેટને ખરીદવા માટે EoI પણ જમા કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી આ માર્ગે ડૂબતાં જેટને તારવા માટે કામ કરશે અને એતિહાદની ભાગીદારી જેટ એરવેઝમાં 49 ટકા થઇ જશે. 


એવિએશન ફીલ્ડમાં FDIના નિયમોની વાત કરીએ તો 49 ટકા ભાગીદારી ખરીદવામાં એતિહાદને કોઇ પરમિશનની જરૂર પડશે નહી. તેનાથી વધુ ભાગીદારી ખરીદવા માટે સરકાર પાસે પરવાનગીની જરૂર પડશે.
 


આ દરમિયાન જેટના કર્મચારી નાણામંત્રી અરૂણ જેટલીને મળ્યા. નાણામંત્રીએ મદદને વિશ્વાસ અપાવ્યો. કર્મચારીઓએ કહ્યું કે કંપનીની સાથે આ કઠિન સમયમાં ઉભા છીએ, પરંતુ તેમને હાલ ઓછામાં ઓછી એક મહિનાનો પગાર જોઇએ.. તેમના પર લોનનો બોજો વધી રહ્યો છે, હવે તો ઘર ચલાવવામાં પણ પરેશાની થઇ રહી છે, જેના લીધે ઓછામાં ઓછા એક મહિનાનો પગાર જોઇએ. બધા કર્મચારીઓએ એક મહિનાની સેલરી માટે 170 કરોડ રૂપિયાની જરૂર પડશે.