નવી દિલ્હી : દેશના સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં સતત 10મા વર્ષે કોઈ વધારો નથી થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે તેમને વાર્ષિક 15 કરોડ રૂ. પગાર મળશે. કંપનીએ વાર્ષિક રિપોર્ટ જાહેર કરતા કહ્યું છે કે પગાર વધારો ન લેવાનો મુકેશ અંબાણીનો નિર્ણય વ્યક્તિગત પગાર મામલે સંયમ જાળવવાની વ્યક્તિગત વિચારધારા છે જે બહુ પ્રસંશનીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને પગાર, ભથ્થાં અને બીજી સુવિધાઓ તેમજ કમિશન સાથે મળીને કુલ 15 કરોડ રૂ. મળશે. ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ 19મા ક્રમ પર છે અને તેમની સંપત્તિ 40.1 અરબ ડોલર ગણાવાઈ છે. 2018માં તેમની સંપત્તિમાં 16.9 અરબ ડોલરનો વધારો થયો છે. તેમની પગારમાં 10  વર્ષમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવા છતાં તેમનો દબદબો કાયમ છે. 2017માં કુલ 23.2 અરબ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 33માં સ્થાન પર હતા.


બિઝનેસ જગતના સમાચાર જાણવા કરો ક્લિક...