રિલાયન્સમાં સૌથી વધુ પગાર મુકેશ અંબાણીને નહીં....પરંતુ આ બે વ્યક્તિને મળે છે, વિગતો જાણીને દંગ રહી જશો
Reliance Industries Highest Paid Employee: રિલાયન્સમાં સૌથી વધુ પગાર કોનો હશે? શું તમને પણ આ સવાલ તો થતો જ હશે...પહેલું નામ કદાચ મુકેશ અંબાણીનું તમને લાગે પરંતુ એવું નથી. રિલાયન્સમાં સૌથી વધુ પગાર મુકેશ અંબાણીનો નહીં પરંતુ અન્ય બે અધિકારીઓનો છે. જેમના વિશે જાણીને તમે દંગ રહી જશો.
Reliance Industries Highest Paid Employee: મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) માં સૌથી વધુ પગાર કોનો હશે? જો તમને કોઈ આ સવાલ પૂછે તો કદાચ તમારો જવાબ મુકેશ અંબાણી જ હશે. પરંતુ હાલમાં જ આવેલા રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી આગામી 5 વર્ષ સુધી ઝીરો પગાર પર કામ કરશે. પરંતુ આજે અમે તમને એવા બે લોકો વિશે જણાવીશું જેમનો પગાર આજ કાલ નહીં પરંતુ ઘણા સમયથી મુકેશ અંબાણી કરતા વધુ છે. મુકેશ અંબાણીના ત્યાં સીનિયર અધિકારીઓનું એક ક્લોઝ ગ્રુપ છે જે કંપનીના બિઝનેસ અને પોલિસી વગેરે નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હિતલના ભાઈ પણ રિલાયન્સના કર્મચારી
મુકેશ અંબાણી સાથે મળીને કામ કરનારા આવા જ એક વ્યક્તિનું નામ છે હિતલ મેસવાની. હિતલ મેસવાની રસિકલાલ મેસવાનીના પુત્ર અને મુકેશ અંબાણીના ભાણીયા છે. હિતલના માતા ત્રિલોચના રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર હતા. અત્રે જણાવવાનું કે હિતલ મેસવાનીના મોટાભાઈ નિખિલ મેસવાની પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મહત્વનો ભાગ છે. હિતલ મેસવાની 1990માં RIL માં જોડાયા અને 1995થી રિલાયન્સના બોર્ડમા છે.
અમેરિકાથી કર્યું ગ્રેજ્યુએશન
મીડિયા રિપોર્ટ્સ મુજબ હિતલ મેસવાનીએ હજીરા પેટ્રોકેમિકલ્સ અને જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્સ સહિત રિલાયન્સના અનેક મેગા પ્રોજેક્ટને સફળ એક્ઝીક્યુશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હિતલ મેસવાનીએ અમેરિકાના વ્હાર્ટન સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યું છે. હિતલ મેસવાની RIL ની રિફાઈનરી અને અન્ય તમામ નિર્માણ યુનિટ્સની દેખરેખ રાખે છે.
વાર્ષિક પગાર 24 કરોડ રૂપિયા
વર્ષ 2021-22માં હિતલનું વાર્ષિક વેતન 24 કરોડ રૂપિયા હતું. તેમના ભાઈ નિખિલ મેસવાનીનો પગાર પણ એટલો જ છે. બંને ભાઈઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર મેળવનારા અધિકારી છે. અત્રે જણાવવાનું કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ 2008-09થી પોતાનો પગાર 15 કરોડ રૂપિયા નક્કી કર્યો હતો. મુકેશ અંબાણીએ કોવિડ-19 મહામારીના કારણે છેલ્લા બે વર્ષોમાં પોતાનો પગાર જતો કરવાનો નિર્ણય લીધો હતો.
હવે એક વિશેષ પ્રસ્તાવમાં રિલાનય્સે મુકેશ અંબાણીને એપ્રિલ 2029 સુધી કંપની ચેરમેન નિયુક્ત કરવા માટે શેર ધારકોની મંજૂરી માંગી છે. અંબાણી રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 1977થી છે અને જુલાઈ 2002માં ગ્રુપના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના નિધન બાદ ચેરમેન બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube