ટાઈમ મેગેઝીને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીને ટાઈમ 100 ઈમરજિંગ લીડર્સની યાદીમાં જગ્યા મળી છે. તેમને લીડર્સ કેટેગરીમાં પસંદ કરાયા છે. આકાશ અંબાણી અંગે ટાઈમ મેગેઝીનનું કહેવું છે કે તેઓ બિઝનેસને વધારવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. તેમણે ગૂગલ અને ફેસબુક સાથે અબજો ડોલર રોકાણવાળી ડીલ્સને પૂરી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાદીમાં સામેલ થનારા એકલા ભારતીય
આકાશ અંબાણી આ વર્ષે Time's 100 emerging leaders' list માં સામેલ થનારા એકલા ભારતીય છે. દેશના સૌથી મોટા કોર્પોરેટ પરિવારના નવી પેઢીના લીડર આકાશ અંબાણી અંગે ટાઈમ મેગેઝીનનું કહેવું છે કે માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેમણે જિયોના  બોર્ડમાં જગ્યા મેળવી લીધી, જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. અત્રે જણાવવાનું કે આકાશ અંબાણીને આ વર્ષે જૂનમાં ભારતની સૌથી મોટી દૂરસંચાર કંપની રિલાયન્સ જિયોની કમાન સોંપવામાં આવી છે. 42 કરોડ 60 લાખ ગ્રાહકોવાળી રિલાયન્સ જિયોને સંભાળવાની જવાબદારી હવે નવા ચેરમેન આકાશ અંબાણીના ખભે છે. 


જિયોના 5જી રોલઆઉટ પર કામ કરે છે આકાશ
રિલાયન્સ જિયોનું 5જી રોલઆઉટ પણ આકાશ અંબાણીની નિગરાણીમાં જ થઈ રહ્યું છે. કંપનીની યોજના દિવાળી સુધીમાં દિલ્હી મુંબઈ સહિત કેટલાક મેટ્રો સિટીઝમાં 5જી લોન્ચ કરવાની છે. હાલમાં જ થયેલી હરાજીમાં ફક્ત રિલાયન્સ જિયોએ એકલા હાથે 700 મેગાહર્ટ્સ સ્પેક્ટ્રમ બેન્ડ ખરીદ્યું છે. આ સ્પેક્ટ્રમ બેન્ડ પર સ્ટેન્ડ-અલોન 5જી નેટવર્ક એટલે કે True 5જી ચાલી શકે છે. અમેરિકા અને યુરોપમાં 5જી માટે 700 મેગાહર્ટ્સ બેન્ડને પ્રીમીયમ બેન્ડ માનવામાં આવે છે. આથી 5જી મામલે જિયોને અન્ય કંપનીઓની સરખામણીમાં પહેલેથી લીડ મળી ચૂકી છે. 


આ રીતે લોકોને મળે છે ટાઈમની યાદીમાં જગ્યા
ટાઈમ મેગેઝીન દર વર્ષે Time's 100 emerging leaders' list ની યાદી પ્રકાશિત કરે છે. આ યાદીમાં ઉદ્યોગ જગત સહિત દેશ-દુનિયાના વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા સિતારાઓને જગ્યા આપવામાં આવે છે. વર્ષ 2022ની ટાઈમ 100 યાદીમાં સંગીતકારોની સાથે સાથે ડોક્ટર્સ, સરકારી અધિકારીઓ, આંદોલનકારીઓ, હાઈ પ્રોફાઈલ વ્હિસલ બ્લોઅર્સ, અને ટોપ સીઈઓને પણ સામેલ કરાયા છે. ટાઈમ મેગેઝીનનું કહેવું છે કે આ હસ્તીઓ દુનિયાને નવો આકાર આપવાની સાથે સાથે ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરવાની પણ કોશિશ કરી છે. 


2022ની યાદીમાં આ હસ્તીઓને સ્થાન
Time's 100 emerging leaders' list માં આ વખતે અમેરિકાના ગાયિકા એસજેડએ, અભિનેત્રી સિડની સ્વીની, બાસ્કેટબોલ ખેલાડી જા મોરેન્ટ, સ્પેનના ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કરાજ, અભિનેતા અને ટેલિવિઝન હસ્તી કે કે પામર અને પર્યાવરણ કાર્યકર ફરવિઝા ફરહાનને પણ જગ્યા મળી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા મંચ ઓનલીફેન્સના ભારતીય મૂળના સીઈઓ આમ્રપાલી ગનને પણ સ્થાન અપાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube