નવી દિલ્હી: અત્યારે તમને બ્રોડબેંડ, લેંડલાઇન ફોન અને ડીટીએચ કનેક્શન માટે અલગ-અલગ બિલ ચૂકવવું પડે છે. બધાનું અલગ-અલગ પેમેન્ટ કરવાનું ટેંશનવાળુ હોય છે, સાથે જ ખિસ્સામાંથી વધુ પૈસા પણ જાય છે. પરંતુ જો આ ત્રણેય સર્વિસ તમને એક જ કનેક્શનમાં મળી જાય તો સારું રહેશે. જી હાં આ કોઇ મજાક નથી પરંતુ ટૂંક સમયમાં બધી વસ્તુઓ હકીકતમાં બદલાવવાની છે. આ બધા માટે તમારે દર મહિને ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો GigaFiber કનેક્શનના અંતગર્ત 600 રૂપિયામાં આ બધી સેવાઓ લઇને આવી રહી છે. એટલું જ નહી વધારાની સુવિધાઓ સહિત 1000 રૂપિયાના હોમ નેટવર્કમાં GigaFiber કનેક્શન હેઠળ વધુમાં વધુ 40 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ


દિલ્હી-મુંબઇમાં ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi ના અનુસાર જિયો દ્વારા હાલ GigaFiber નું પાયલોટ ટેસ્ટિંગ નવી દિલ્હી અને મુંબઇમાં ચાલી રહ્યું છે. યૂજર્સને એકવાર 4500 રૂપિયા જમા કરાવવા પડશે. ગ્રાહકને 100 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (mbps) પર 100 ગીગાબાઇટ (GB) ડેટા ઉપલબ્ધ હશે. કંપની સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે કનેક્શન હેઠળ આગામી ત્રણ મહિનામાં ટેલિફોન અને ટેલિવિઝન સેવાઓને ઉમેરવામાં આવશે, અને ત્રણેય સેવાઓ લગભગ એક વર્ષ સુધી મફત રહેશે. જ્યારે સેવાને વ્યવસાયિક રૂપથી રોલ આઉટ કરવામાં આવશે. સાથે જ લેંડલાઇન પર અનલિમિટેડ કોલિંગ સુવિધા રહેશે અને ટેલીવિઝન ચેનલોને ઇન્ટરનેટ (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન) પર વિતરણ કરવામાં આવશે. 

WhatsApp ચેટનો સ્ક્રીનશોટ લેવો થશે મુશ્કેલ, કંપની લાવી રહી છે નવું ફીચર


40-45 ઉપકરણ જોડવામાં આવશે
અધિકારીના જણાવ્યા અનુસાર 'આ બધી સેવાઓને એક ઓએનટી (ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ) બોક્સ રાઉટરના માધ્યમથી સંચાલિત કરવામાં આવશે, જે 40-45 ઉપકરણો જેમ કે મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટ ઉપકરણોને કનેક્ટ કરી શકે છે. અન્ય સેવાઓમાં ગેમિંગ, ક્લોઝ-સર્કિટ ટેલીવિઝન અને સ્માર્ટ હોમ સિસ્ટમ સામેલ થઇ શકે છે.


Jet Airways માટે ખુશખબરી, મુકેશ અંબાણી કરી શકે છે નૈયા પાર


1,600 શરોમાં શરૂ થશે આ સેવા
ગત વર્ષે જુલાઇમાં રિલાયન્સ જિયોની મૂળ કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડની અંતિમ વાર્ષિક બેઠકમાં, ભારતના સૌથી અમીર વ્યક્તિ, ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી GigaFiber વૈશ્વિક સ્તર પર સૌથી મોટા ગ્રીન ફિલ્ડ ફિકસ્ડ લાઇન બ્રોડબેંડ રોલઆઉટ હશે, જેમાં આખા ભારતના 1,100 શહેરોમાં એકસાથે રજૂ કરવામાં આવશે. આ સેવ હવે 1,600 શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે. Jio GigaFiber માટે રજિસ્ટર્ડ ગત વર્ષે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે.