નવી દિલ્હી: ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં ડેટા વોર પૂર્ણ થવાનું નામ જ નથી લઇ રહી. બે વર્ષ પહેલા રિલાયન્સ જીઓના લોન્ચ બાદથી જ આ ડેટા વોર જોવા મળી રહી છે. પરંતુ આ ડેટા વોરમાં યુઝર્સને સૌથી મોટો ફાયદો થઇ રહ્યો છે. પરિસ્થિતી તો એવી છે, કે મફત કોલિંગથી લઇને ડેટા કંપનીઓ ગ્રાહકને બેસ્ટ ઓફર આપવામાં લાગી ગઇ છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય બદલાવો જોવા મળ્યા છે. મર્જરથી લઇને કંપનીઓ બંધ થવા સુધીમાં મહત્વપૂર્ણ ભાગ ડેટા વોરનો જ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના સમયે રિલાયન્સ જિઓ એક ઘમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. જે પ્લાનમાં ફાયદા હજી પણ ગ્રાહકો ઉઠાવી શકે છે. કારણ કે આ પ્લાન હજી પણ ગ્રાહકો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. કંપનીએ આ ઓફરને જીઓ દિવાળી ધમાકા નામ આપ્યું છે. ખાસ વાત તો એ છે, કે જીઓના આ પ્લાનમાં ગ્રાહકને 100 ટકા કૈશબૈક ઓફર પણ આપવામાં આવી છે. મતલબ કે એક વર્ષમાંટે જો તમે આ પ્લાન લો, તો તેની કિંમત અનુસાર તમને પૂરી રકમ કેશબેકમાં તમને મળી શકે છે.


શું છે પ્લાન
Jioના આ પ્લાનની કિંમત 1699 રૂપિયા રાખવામાં આવી છે, પ્લાનની વેલિડીટી એક વર્ષ સુધીની છે.  એક વર્ષ માટે ગ્રાહકને મફત કોલિંગ અને ઇન્ટરનેટ ડેટા પણ મળશે. પ્લાનમાં ગ્રાહકને રોજ 1.5જીબી સુધી ડેટા મળશે. એટલે કે આખા વર્ષમાં 547.5જીબી ડેટા આપવામાં આવશે.


કેવી રીતે મળશે કેશબેક
જીઓએ તેના આ પ્લાનમાં ગ્રાહકને 100 ટકા કૈશબેક આપાની ઓફર પણ આપી છે. પ્લાન પરની ઓફરમાં કેશબેક રિલાયન્સ ડિઝીટલ કુપનના રૂપમાં મળશે. જીઓ યુઝર્સ તેને માય જીઓ એપ દ્વારા ઉપયોગ કરી શકો છો. આ કુપન જાતે જ તેનવી માય જીઓ એપમાં સેવ થઇ જશે. જેનો ઉપયોગ રિચાર્જ માટે કરી શકાય છે. કૈશબેકના રૂપમાં મળેલી ઓફરની અવધી માત્ર 31 ડિસેમ્બર 2018 સુધીની જ છે. આ કૈશબેકનો ઉપયોગ ગ્રાહક રિલાયન્સ ડીઝીટલ સ્ટોર પર પણ કરી શકે છે. પરંતુ તેમાં ગ્રાહકે ઓછામાં ઓછી 5000 રૂપિયાની ખરીદી કરવી જરૂરી બની જાય છે.


બીજુ શુ મળશે
1699 રૂપિયાના પૈકમાં 365 દિવસ માટે વોઇસ કોલ તદ્દન ફ્રી મળશે. આ સિવાય રોજના 100 એસએમએસ અને માય જીઓ એપનું  સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. મહત્વનું છે, કે જીઓના દિવાળી ધમાકા ઓફર 18 ઓક્ટોબર થી 30 નવેમ્બર સુધી જ માન્ય ગણવામાં આવશે.