નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) પાસે લાંબા સમય સુધી ચાલતા ઘણાં રિચાર્જ પ્લાન છે. Jio ની કેટલાક પ્લાન 12 મહિના સુધી ચાલે છે. ત્યારે રિલાયન્સ જિયોના કેટલાક પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી મળે છે. જો તમે પણ Jio ના લાંબા સમય સુધી ચાલનારા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને Jio ના 11 મહિનાના રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાનમાં ફ્રી કોલિંગ સાથે 504GB સુધી ડેટા, SMS સુવિધા અને અન્ય ઘણા લાભો મળે છે. 11 મહિના સુધી ચાલનાર Jio નું સૌથી સસ્તું રિચાર્જ 749 રૂપિયાનું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

749 રૂપિયામાં 11 મહિનાની વેલિડિટી અને 24GB ડેટા
રિલાયન્સ જિયોનો 749 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. 749 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 336 દિવસ (11 મહિના) ની વેલિડિટી મળે છે. પ્લાનમાં દર 28 દિવસે 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે, પ્લાનમાં કુલ 24GB ડેટા મળે છે. Jio ના આ પ્લાનમાં તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન દર 28 દિવસે 50 SMS મોકલવાની સુવિધા આપે છે. ઉપરાંત, Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન મફતમાં મળે છે.


1299 રૂપિયાના પ્લાનમાં 11 મહિનાની વેલિડિટી, 24GB ડેટા
1299 રૂપિયાનું રિચાર્જ રિલાયન્સ જિયોના વેલ્યુ પ્લાનનો એક ભાગ છે. Jio ના આ પ્લાનમાં 336 દિવસ (11 મહિના) ની વેલિડિટી મળે છે. પ્લાનમાં 24GB ડેટા આપવામાં આવ્યો છે. આ પ્લાન કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ આપે છે. Jio ના આ પ્લાનમાં 3600 SMS મોકલવાની સુવિધા મળે છે. ઉપરાંત, Jio એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.


2121 રૂપિયાનો પ્લાન 11 મહિનાની વેલિડિટી, 504GB ડેટા
રિલાયન્સ જિયોના 2121 રૂપિયાના પ્લાનમાં 336 દિવસ (11 મહિના) ની વેલિડિટી પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. પ્લાનમાં કુલ 504 GB ડેટા આપવામાં આવ્યો છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. પ્લાનમાં તમે દરરોજ 100 SMS મોકલી શકો છો. ઉપરાંત પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે.