એરટેલ, વોડાફોન-આઇડિયા બાદ જીયો આપશે ગ્રાહકોને ઝટકો, ચાર્જમાં કરશે વધારો
ટેલિકોમ રેગુલેટર ટ્રાઈના આંકડા પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનામાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર ગુમાવ્યા છે. તો રિલાન્ય જીયોએ આ દરમિયાન 69.83 લાખ નવા ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (reliance jio) પણ આગામી કેટલાક સપ્તાહમાં મોબાઇલ ટેરિફ વધારશે. કંપનીએ મંગળવારે તેની જાહેરાત કરી છે. આ પહેલા સોમવારે એરટેલ અને વોડાફોન-આઇડિયાએ 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. જીયોએ કહ્યું- ટેરિફ વધારવાથી ડેટાના ઉપયોગ પર કોઈ અસર થશે નહીં.
ટેલિકોમ રેગુલેટર ટ્રાઈના આંકડા પ્રમાણે વોડાફોન-આઇડિયા અને એરટેલે સપ્ટેમ્બર મહિનામાં કુલ 49 લાખથી વધુ સબ્સક્રાઇબર ગુમાવ્યા છે. તો રિલાન્ય જીયોએ આ દરમિયાન 69.83 લાખ નવા ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. ડેટા અનુસાર એરટેલે આ દરમિયાન 28.3 લાખ , વોડાફોન-આઇડિયાએ 25.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. ત્યારબાદ એરટેલના ગ્રાહકોની સંખ્યા 32.55 કરોડ જ્યારે વોડાફોન-આઇડિયાના ગ્રાહકોની સંખ્યા 37.24 કરોડ પર આવી ગઈ છે. જીયોના ગ્રાહકોની સંખ્યા 35.52 કરોડ છે.
સપ્ટેમ્બરમાં બીએસએનએલ સાથે 7.37 લાખ નવા યૂઝર જોડાયા
આ વચ્ચે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની એમટીએનએલને 8717 યૂઝરો છોડીને ગયા છે. તેના કુલ ગ્રાહકોની સંખ્યા 33.93 લાખ થઈ ગઈ છે. તો બીએસએનએલ સાથે 7.37 લાખ નવા યૂઝરો જોડાયા, જેથી તેના યૂઝરોની સંખ્યા 11.69 કરોડ થઈ ગઈ છે. ટેલિકોમ વિભાગે તમામ કંપનીઓને જાહેર સ્થાનો પર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શેર કરવાની મંજૂરી આપી છે. તેનાથી કોલ ડ્રોપમાં કમી અને મોબાઇલ ડેટાની સ્પીડમાં વધારો થશે.
દેશમાં મોબાઇલ ડેટા અને કોલ ટેરિફમાં ઘટાડો
ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) પ્રમાણે જૂન 2016થી ડિસેમ્બર 2017 વચ્ચે દેશમાં મોબાઇલ ડેટાના દરોમાં 95% ટકાનો ઝડપી ઘટાડો આવ્યો છે. હવે મોબાઇલ ડેટા 11.78 રૂપિયા પ્રતિ ગીગાબાઇટ (જીબી)ના સરેરાશ ભાવથી ઉપલબ્ધ છે. મોબાઇલ કોલના દરોમાં 60 ટકાના ઘટાડા સાથે 19 પૈસા પ્રતિ મિનિટ થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube