નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio) ને સૌથી સસ્તા રિચાર્જ પ્લાન આપનારી કંપની કહેવામાં આવી રહી છે. કંપની તેના ગ્રાહકોને અલગ-અલગ કિંમતના ઘણા પ્લાન ઓફર કરી રહી છે. એવામાં આજે અમે તમને જિયોના 84 દિવસના સૌથી સસ્તા ત્રણ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. આ પ્લાનની કિંમત 329 રૂપિયાથી શરૂ થયા છે. આ ત્રણ રિચાર્જ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને કોલિંગ મળે છે. હાલમાં શરૂઆત સૌથી સસ્તા પ્લાનથી કરીએ છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 329 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 329 રૂપિયાના પ્લાનમાં તમને 84 દિવસ માટે ડેટા અને કોલિંગ મળે છે. તેમાં કુલ 6 GB ડેટા મળે છે. જેનો ઉપયોગ વેલિડિટીમાં ક્યારે પણ કરી શકાય છે. પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 1000 SMS મળે છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે.


Jio ના 555 રૂપિયાનો પ્લાન
આ રિલાયન્સ જિયોનો દૈનિક 1.5 જીબી ડેટાનો પ્લાન છે. તેમાં કુલ 84 દિવસની વેલિડિટી મળે છે. આ હિસાબથી ગ્રાહકને કુલ 126 GB ડેટા મળે છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે.


પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક હવામાં 10 ફૂટ ઉછળી, કારનો તો ભૂક્કો બોલાઈ ગયો પરંતુ ડ્રાઈવર...


Jio ના 599 રૂપિયાનો પ્લાન
આ પ્લાન લગભગ 555 રૂપિયા જેવો જ છે. જો કે, દૈનિક 2 જીબી ડેટા આપવામાં આવે છે. આ હિસાબથી ગ્રાહકોને કુલ 168 GB ડેટા મળે છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioSecurity અને JioCloud એપ્સનું મફત સબ્સક્રિપ્શન મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube