Reliance JioPhone Rs 75 recharge plan: રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે. કંપનીએ પોતાના યૂઝર્સ માટે 75 રૂપિયાનો નવો જિયોફોન રિચાર્જ પ્લાન રજુ કર્યો છે. કંપનીએ આ નવા 75 રૂપિયાના પ્રીપેઈડ પ્લાન (75 Rupees Prepaid Plan) ને પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર રજુ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 75 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલ, દરરોજ 100MB ડેટા, અને 50 SMS રોજના મળશે. (Jio ka Cheap Plan) આ ઉપરાંત આ પ્લાન સાથે જિયોના તમામ એપ્સ, જેમ કે JioTV, JioCinema, JioNews, JioSecurity, અને JioCloud નું સબસ્ક્રિપ્શન પણ મળશે. 


75 રૂપિયાના પ્લાન સાથે મળશે આ ફાયદા
રિલાયન્સ જિયોનો આ પ્લાન 28 દિવસની વેલિડિટીવાળો છે. (Reliance JioPhone Rs 75 recharge plan) આ 75 રૂપિયાના પ્લાનમાં 200MB નો એડિશનલ ડેટા ( at no additional cost) મળે છે. આ પ્લાનને કંપનીએ પોતાના 39 અને 69 રૂપિયાના પ્લાનને બંધ કર્યા બાદ રજુ કર્યો છે. આ પ્લાન્સને કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ્સથી હંમેશા માટે ડિલિટ કરી નાખ્યા છે. પરંતુ કંપનીએ આ પ્લાનને બંધ કરવા પર પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી. 


ક્યારે લોન્ચ થશે જિયો સ્માર્ટ ફોન
વાત જો JioPhone Next સ્માર્ટફોનની વાત કરીએ તો કંપની 10 સપ્ટેમ્બરે તેને લોન્ચ કરવાની હતી પરંતુ તે શક્ય બન્યું નહીં. આથી કંપનીએ પોતાના યૂઝર્સને જાણકારી આપતા કહ્યું કે તે પોતાના Jio-Google સ્માર્ટફોનને દિવાળી સુધીમાં લોન્ચ કરી શકે છે. હાલ તેની રિલિઝ ડેટ સામે આવી નથી. 


કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટનું મોડું થવું ફક્ત ગ્લોબલ સેમીકન્ડક્ટર શોર્ટેજ છે. જેના પગલે હવે JioPhone Next smartphone ને દિવાળી સમયે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની યૂઝર્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube