નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોનો એક જ આધાર પર ચોખ્ખો નફો ચાલું નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 62.5 ટકા ઉછળીને 1350 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિવેદન અનુસાર તેનું ટેલિકોમ એકમ જીયોને આ પહેલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 831 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની સંચાલન આવક 28.3 ટકા વધીને 13968 કરોડ રૂપિયા રહી જે એક વર્ષ પહેલા  2018-19ના આ ક્વાર્ટરમાં 10,884 કરોડ રૂપિયા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરઆઈએલના ચેરમેનટ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું, 'જીયોની બેમિસાલ વૃદ્ધિ જારી છે. મોબાઇલ કનેક્ટિવિટી સેવાઓના ગ્રાહકોનો ઉત્સાહ બેજોડ છે. જીયો પોતાની વાયરલાઇન પાયાનું માળખું, મનોરંજન અને એફટીટીએક્સ (ફાઇબર ટૂર ધ એક્સ-ઓપ્ટિકલ ફાઇબર આધારિત વિભિન્ન સેવાઓ) સેવાઓની સાથે બજારને ફરી પરિભાષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.'


TCSને 8,118 કરોડ રૂપિયાનો ચોખો નફો, દરેક શેર પર આપશે 5 રૂપિયાનું ડિવિડન્ડ


રિલાયન્સ જીયોના ગ્રાહકોની સંખ્યા 31 ડિસેમ્બર 2019ના સમાપ્ત ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 32.1 ટકા વધીને 37 કરોડ પહોંચી ગઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube