એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી રિલાયન્સ ઈંડસ્ટ્રીઝની યોજના ઇ-કોમર્સમાં ઉતરવાની છે. તે પોતાના 12 લાખ રિટેલર્સ તથા દુકાનદારો માટે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મની તૈયારી કરશે. રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ જિયો ટેલિકોમ સર્વિસ, મોબાઇલ ડિવાઇસ અને ફિજિકલ રિટેલ નેટવર્કના માધ્યમથી દુનિયાની મોટી ઈ-કોમર્સ કંપનીઓ Walmart, Amazon અને Flipkart ને પડકાર ફેંકશે. એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિંદ્વા 14 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે પોતાની કોમ્પેક્ટ SUV, જાણો શું છે કીંમત


બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં 1 કાર્યક્રમમાં કહ્યું કે જિયો અને રિલાયન્સ રિટેલ મળીને યૂનિક ન્યૂ કોમર્સ પ્લેટફોર્મની શરૂઆત કરશે જેથી ગુજરાતમાં હાજર તેના 12 લાખ નાના રિટેલરો અને દુકાનદારોને સપોર્ટ મળશે. જિયોના હાલના સમયમાં 180 મિલિયન ગ્રાહક છે. તો રિલાયન્સ રિટેલના 6500થી વધુ શહેરોમાં 10 હજારથી વધુ આઉટલેટ છે. રિલાયન્સ રિટેલના ટોચના કાર્યકારી વી સુબ્રમણ્યમે જણાવ્યું કે અમારી યોજના જિયો એપ અને ડિવાઇસ દ્વારા બધા દુકાનદારોને એક પ્લેટફોર્મ પર લાવવાની તૈયારી કરી છે.
Vibrant Summit 2019 : ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ


શું છે નવી ઇ-કોમર્સ નીતિ
નવા નિયમો હેઠળ વિદેશી રોકાણવાળી ઇ-કોમર્સ કંપનીઓ તે કંપનીઓના ઉત્પાદન નહી વેચી શકે જેમાં તે પોતે ભાગીદાર છે. આ ઉપરાંત વિશેષ ઓફરો અને ભારે છૂટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇ-કોમર્સ ગતિવિધિઓમાં 100 ટકા એફડીઆઇની મંજૂરી છે. જોકે, સંગ્રહ આધારિત બંધારણોમાં એફડીઆઇની મંજૂરી નથી.