કોરોના વિરુદ્ધ જંગમાં સારૂ કામ કરનારી ગ્લોબલ કંપનીઓની લિસ્ટમાં સામેલ થઈ રિલાયન્સ
લિંક્ડઇને આવી પાંચ કંપનીઓની યાદી તૈયાર કરી છે, જેની પ્રતિક્રિયાઓની સૌથી વધુ ચર્ચા થઈ છે. લિંક્ડઇનની આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય લોરિયેલ, ડિકેથલોન, લીગો અને જનરલ ઇલેક્ટ્રિક હેલ્થકેયર સામેલ છે.
નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેનું સમાજસેવી એકમ રિલાયન્સ ફાઉન્ડેશનને કોરોના વાયરસ મહામારી દરમિયાન સૌથી ચર્ચિત પ્રતિક્રિયા આપનારી કંપનીની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ યાદી ટ્વીટર અને લિંક્ડઇને તૈયાર કરી છે. લિંક્ડઇને એક બ્લોગમાં લખ્યું, જ્યારે તમે આ પ્રકારની અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યાં હોવ, ત્યારે સૌથી સારૂ હોય છે કે ચુપચાપ બેસીને જુઓ.
પરંતુ મોટાભાગની કંપની તેવામાં આગળ આવી રહી છે અને કર્મચારીઓ તથા ગ્રાહકો સાથે કોરોના વાયરસ મહામારી પર પોતાની પ્રતિક્રિયા વિશે ખુલીને વાત કરી રહી છે. આ આવી સ્થિતિમાં જોડાયા રહેવાનું, પારદર્શી બન્યા રહેવાનું અને એક-બીજાના સમર્થનમાં ઊભા રહેવાનું પ્રભાવી માધ્યમ છે.
રિલાયન્સ સિવાય લોરિયેલ અને ડિકેથલોન પણ
લિંક્ડઇને આવી પાંચ કંપનીઓની યાદી તૈયાર કરી છે, જેની પ્રતિક્રિયાઓની સૌથી વધુ ચર્ચા થઈ છે. લિંક્ડઇનની આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય લોરિયેલ, ડિકેથલોન, લીગો અને જનરલ ઇલેક્ટ્રિક હેલ્થકેયર સામેલ છે.
લિંક્ડઇને નિમણૂંકોને લઈને પ્રશંસાપાત્ર કામ કર્યું છે
ટ્વીટરે પણ અલગથી તેને લઈને યાદી તૈયાર કરી છે. ટ્વીટરે કહ્યું કે, ગૂગલ શિક્ષકોને સશક્ત બનાવવા, ડિએગો હેન્ડ સેનિટાઇઝર બનાવવા, ધી હિંદુ સામાજીક સામાજીક અંતર વધારવા, સિસ્કો ફ્રી વેબિનાર સેવા આપવા અને ડેટોલ ખુદને સુરક્ષાની રીત દેખાડવામાં અગ્રણી છે. આ સિવાય ટ્વીટરે કહ્યું કે, માઇક્રોસોફ્ટ તમામ લોકને એક સાથે લાવવા, લિંક્ડઇન નિમણૂંક કરવા તથા બિગ બજાર દરરોજની જરૂરીયાત પૂરી પાડવામાં મદદ કરી રહ્યું છે.
મુશ્કેલ સ્થિતિમાં મદદ માટે સામે આવી રિલાયન્સઃ ટ્વીટર
ટ્વીટરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મુશ્કેલ સ્થિતિમાં મદદ માટે આગળ આવનારી કંપનીમાં ગણી છે. આ સિવાય ટ્વીટરે ઝોમેટોને મજૂરો કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવા, તાજ હોટલને સ્વાસ્થ્ય કર્મીઓ માટે ભોજન ઉપલબ્ધ કરાવવા, ઉબેરને ડ્રાઇવરો માટે રાહત કોષ બનાવવા તથા ઓપ્પોની ગ્રાહકો કેન્દ્રીત વલણને કારણે પ્રશંસા કરી છે. લોકોને મનોરંજન પૂરી પાડતી કંપનીઓમાં ટ્વીટરે નેટફ્લિક્સ, ડ્યૂરેક્સ, ટિન્ડર અને મર્સિડીઝ બેંઝને સામેલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube