નવી દિલ્હી : અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રપની કંપની તમારા માટે જબરદસ્ત ઓફર લઈને આવી છે. કંપનીએ ભારતના યુઝર માટે આ પ્લાન રજૂ કર્યો્ છે. કંપનીએ પોતાના બિગ ટીવીના કનેક્શન પર એક વર્ષ સુધી તમામ ચેનલ ફ્રી કરી દીધી છે. કંપનીએ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભાગીદારી નિભાવીને ડાયરેક્ટ ટૂ હોમ સર્વિસ અંતર્ગત જબરદસ્ત પ્લાન રજૂ કર્યો છે. રિલાયન્સે આ માટે દેશની 50 હજાર પોસ્ટઓફિસ સાથે પાર્ટનરશીપ કરી છે. આ પછી પોસ્ટઓફિસ મારફતે કસ્ટરમર શરૂઆતનું બુકિંગ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્લાનમાં કંપની 500 ફ્રી ટૂ એર ચેનલોને 5 વર્ષ માટે મફતમાં લોકોને બતાવશે અને પેઇડ ચેનલ્સ તમે એક વર્ષ માટે ફ્રીમાં જોઈ શકશો. આ માટે તમારે રિલાયન્સ બિગ ટીવીના સેટ ટોપ બોક્સનું પ્રી બુકિંગ કરાવવું પડશે. બુકિંગ કરાવનાર કસ્ટમરને એચડી HEVC સેટ ટોપ બોક્સ દેવામાં આવશે જેમાં રેકોર્ડિંગ, યુએસબી પોર્ટ, એચડીએમઆઇ પોર્ટ, રેકોર્ડિંગ તેમજ વ્યુઇંગ જેવી સુવિધા હશે. 


કંપનીએ હાલમાં આ સર્વિસનું બુકિંગ શરૂ કરી દીધું છે. હાલમાં રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં બુકિંગ થઈ શકે છે. યુઝર આ ઓફરમાં 499 રૂ. જમા કરીને એને પોસ્ટઓફિસમાંથી લઈ શકે છે. કંપનીના ડિરેક્ટર વિજેન્દર સિંહે આ પ્લાનની ઘોષણા કરીને જણાવ્યું છે કે આ પ્લાન ભારતમાં મનોરંજનની પરિભાષા નવેસરથી લખશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...