Reliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર એક વર્ષથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકાની જોરદાર તેજી આવી છે. કંપનીના શેર વર્તમાનમાં 26.20 રૂપિયા પર છે. એક વર્ષ પહેલા તેની કિંમત 11 રૂપિયા હતી. પ્રોકરેજ પ્રમાણે આવનારા દિવસોમાં રિલાયન્સ પાવરના શેરમાં તેજી આવી શકે છે અને તે 34 રૂપિયા સુધી પહોંચી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોકે પાંચ વર્ષમાં આપ્યું સારૂ રિટર્ન
રિલાયન્સ પાવરના શેર છેલ્લા પાંચ વર્ષમાં 250% સુધી વધી ગયા છે. આ દરમિયાન તેની કિંમત 7 રૂપિયાથી વધી વર્તમાન પ્રાઇઝ સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરનો આઈપીઓ જાન્યુઆરી 2008માં ₹405 થી ₹450 પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ પર લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે બીએસઈ પર ₹547.80 અને એનએસઈ પર ₹530 પર લિસ્ટ થયો હતો. શેર લિસ્ટિંગ બાદ રિલાયન્સ પાવરે 3:5 બોનસ શેર પણ આપ્યા હતા. તેનો 52  વીક હાઈ 34.35 રૂપિયા છે અને 52 વીકની લો કિંમત 11.06 રૂપિયા છે.


લોન ચુકવી રહી છે કંપની
તમને જણાવી દઈએ કે તાજેતરના મહિનામાં રિલાયન્સ પાવરની બે સબ્સિડિયરી કંપનીઓએ ઓથમ ઈન્વેસ્ટમેન્ટની શાખા રિલાયન્સ કેપિટલ કોમર્શિયલ ફાઈનાન્સની સાથે 1023 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી છે. કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે રિલાયન્સ પાવર લિમિટેડની બે સહયોગી કંપનીઓ કલાઈ પાવર પ્રાઇવેટ લિમિટેડ અને રિલાયન્સ ક્લીનઝેન લિમિટેડે ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પૂર્ણ માલિકીવાળી સહોગી કંપની રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ (આરસીએફએલ) ની સાથે એક લોન ચુકવણી અને મુક્તિ સમજુતી પર સહી કરી છે. કંપનીએ જણાવ્યું કે 1023 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી છે. 


આ પણ વાંચોઃ શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત


રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સાથેનો લોન કરાર રિલાયન્સ પાવરે મહારાષ્ટ્રમાં તેના 45 મેગાવોટનો પવન ઉર્જા પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચવાની જાહેરાત કર્યાના દિવસો બાદ થયો છે. કલાઈ પાવરે ડિસેમ્બર 2023માં અરુણાચલ પ્રદેશમાં તેના પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઈડ્રો-પાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDC ઈન્ડિયા લિમિટેડને રૂ. 128 કરોડમાં વેચ્યા હતા. કંપનીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રોપર્ટીના વેચાણમાંથી એકત્ર થયેલા ફંડનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો.


રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સની સાથે લોન કરાર રિલાયન્સ પાવર દ્વારા મહારાષ્ટ્રમાં પોતાની 45 મેગાવોટની પવન ઉર્જા પરિયોજનાને જેએસડબ્લ્યૂ રિન્યુએબલ એનર્જીને 132 કરોડ રૂપિયામાં વેચાની જાહેરાતના થોડા દિવસ બાદ આવ્યો છે. કલાઈ પાવરે ડિસેમ્બર 2023માં અરૂણાચલ પ્રદેશમાં પોતાની પ્રસ્તાવિત 1200 મેગાવોટની જળ-વિદ્યુત પરિયોજનાના વિકાસ અધિકાર ટીએચડીસી ઈન્ડિયા લિમિટેડને 128 કરોડમાં વેચી દીધી હતી. કંપનીના એક અધિકારી પ્રમાણે આ સંપત્તિઓના વેચાણથી મેળવવામાં આવેલા ફંડનો ઉપયોગ લોન ચુકવવા માટે થશે.