નવી દિલ્હી: રિલાયન્સ રિટેલ ઓનલાઇન રિટેલ સેક્ટરની દિગ્ગ્જ કંપનીઓ, અમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટને જોરદાર ટક્કર આપવા માટે તૈયાર છે. વૈશ્વિક બજાર પર સંશોધન કરનાર કંપની ફોરેસ્ટરે પોતાની કંપની ફોરેસ્ટરે પોતાની રિપોર્ટમાં કહ્યું કે અત્યારે 6,600 શહેરોમાં 10,415 સ્ટોરનું સંચાલન કરનાર રિલાયન્સ રિટેલ દેશના ઓનલાઇન માર્કેટ પર છવાઇ જવા માટે તૈયાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TikTok વાળી કંપની હવે લાવી નવી ચેટ એપ, જાણો કેવી રીતે કરશે કામ


ફોરેસ્ટર રિસર્ચના સીનિયર ફોરકાસ્ટ એનાલિસ્ટ સતીશ મીણાએ કહ્યું 'અમેઝોન અને ફ્લિપકાર્ટને જે વસ્તુ પરેશાન કરશે, તેમાંથી એક છે ભારે છૂટ બિઝનેસનો આગાઝ કરવાનો રિલાયન્સ ઇતિહાસ. ફોરેસ્ટર રિસર્ચના અનુસાર, 'દેશના ઓનલાઇન રિટેલ સેક્ટર 2023 સુધી 25.8 ટકાની વાર્ષિક દરથી વધતા જતાં 85 અરબ ડોલર (લગભગ 60 ખરબ રૂપિયા)નો થઇ જશે. મોટી વાત એ છે કે એટલી મોટી વૃદ્ધિ નવેમ્બર 2016 માં નોટબંધીની જાહેરાત, જુલાઇ 2017માં જીએસટી લાગૂ થતાં અને ડિસેમ્બર 2018 માં ઇ-કોમર્સ સેક્ટર માટે નવી નીતિઓની જાહેરાતથી મુશ્કેલીઓ પેદા થશે.

જો તમે એટીએમ કાર્ડ દ્વારા પૈસા કાઢો છો તો આ નિયમ જરૂર યાદ રાખો


રિલાયન્સે વર્ષ 2003માં મોનસૂન હંગામા ટેરિફ પ્લાનની સાથે ટેલિકોમ સેક્ટરમાં પગ મુક્યો હતો જેમાં વોઇસ કોલ માટે ત્યારે 2 રૂપિયા પ્રતિ મિનિટના દરથી ઘટીને ફક્ત 40 પૈસા પ્રતિ મિનિટના દર પર આવી ગયો હતો. ત્યારબાદ 2016માં જિયો 4જીની લોન્ચિંગથી ઇન્ટરનેટ પેકની તાત્કાલીન દર 250 રૂપિયા પ્રતિ જીબીથી ઘટીને 50 રૂપિયા પ્રતિ જીબી પર આવી ગયો.

Oppo નો Reno સીરીઝ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


મીનાએ કહ્યું 'આ પ્રકારે ડિસ્કાઉન્ટ ઓફર્સ કોઇપણ બજારમાં ખળભળાટ મચાવી શકે છે અને આપણે રિલાયન્સની લોન્ચિંગ વખતે ગ્રોસરીમાં આ પ્રકારની છૂટની જાહેરાતની આશા છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના અનુસાર રિલાયન્સ ખૂબ ઝડપથી દુનિયાની સૌથી મોટી ઓનલાઇન-ટુ-ઓફલાઇન ન્યૂ કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે.