રિલાયન્સ રિટેલે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરને ખરીદી, જાણો કેટલા રૂપિયામાં થઈ ડીલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરની 96 ટકા ભાગીદારીને 182.12 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરની 96 ટકા ભાગીદારીને 182.12 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શનિવારે મોડી રાત્રે શેર બજારને મોકલેલી સૂચનામાં આ જાણકારી આપી છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 'રિલાયન્ય રિટેલ વેન્ચર્સ લિ. (આરઆરવીએલ)એ અર્બન લેડર હોમ ડેકોર સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિ.ના ઇક્વિટી શેરોનું 182.12 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કર્યું છે.'
આ રોકાણ દ્વારા તેણે અર્બન લેડરની 96 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કર્યું છે. કંપનીએ કહ્યું, 'આ રોકાણ દ્વારા સમૂહની ડિજિટલ અને નવી વાણિજ્યિક પહેલને પ્રોત્સાહન મળશે અને સાથે ગ્રાહકો માટે ઉત્પાદકોની રજૂઆત વધશે.' આરઆરવીએલની પાસે અર્બન લેડરની બાકી ભાગીદારી ખરીદવાનો પણ વિકલ્પ હશે, જેથી તેની કુલ ભાગીદારી 100 ટકા ઇક્વિટી શેર મૂડી થઈ જશે. આ સિવાય આરઆરવીએલેકંપનીમાં 75 કરોડ રૂપિયાના વધુ રોકાણનો પ્રસ્તાવ કર્યો છે.
ATM પર છપાવો તમારા બાળકની તસ્વીર, આ બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ
કંપનીએ કહ્યું કે, આ રોકાણ ડિસેમ્બર 2023 સુધી પૂરો થશે. અર્બન લેડરની ભારતમાં રચના 17 ફેબ્રુઆરી 2012મા થઈ હતી. ઓનલાઇન સિવાય કંપનીની ઉપસ્થિતિ રિટેલ સ્ટોર કારોબારમાં છે. કંપની દેશના વિભિન્ન શહેરોમાં રિટેલ સ્ટોરોની શ્રેણીનું સંચાલન કરે છે. નાણાકીય વર્ષ 2018-2019મા અર્બન લેડરનો કારોબાર 434 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ 49.41 કરોડ રૂપિયાનો ચોખો નફો કમાયો હતો.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube