રિલાયન્સ Amazon, Flipkart ને આપશે પડકાર, ઓનલાઇન શોપિંગ માટે લોન્ચ કર્યું JioMart
JioMart: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)એ ઝડપથી વધતી જતા ભારતીય ઇ-કોમર્સ બિઝનેસમાં Amazon અને Flipkart (Walmart) જેવા વૈશ્વિક દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. RIL ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલે સોમવારે જ જિયો ટેલીકોમ યૂઝર્સને આ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના ઓનલાઇન શોપિંગના નવા વેંચર જિયોમાર્ટ (JioMart)માં રજિસ્ટર કરે.
નવી દિલ્હી: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)એ ઝડપથી વધતી જતા ભારતીય ઇ-કોમર્સ બિઝનેસમાં Amazon અને Flipkart (Walmart) જેવા વૈશ્વિક દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. RIL ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલે સોમવારે જ જિયો ટેલીકોમ યૂઝર્સને આ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના ઓનલાઇન શોપિંગના નવા વેંચર જિયોમાર્ટ (JioMart)માં રજિસ્ટર કરે.
ક્યાંથી થઇ શરૂઆત
પોતાને 'દેશની નવી દુકાન' બતાવનાર જિયોમાર્ટ હાલ મુંબઇના નવા નવી મુંબઇ, થાણે અને કલ્યાણ વિસ્તારમાં સેવા આપવા જઇ રહી છે. મુકેશ અંબાણીએ આ વર્ષે 12 ઓગસ્ટના રોજ કંપનીએ એઝીએમમાં કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ આ નવા રિટેલ વેન્ચર દ્વારા 3 કરોડ નાના દુકાનદારો સાથે જોડાશે.
રિલાયન્સ રિટેલના એક અધિકારીએ બિઝનેસ સમાચાર પત્ર મિંટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 'જી હાં, અમે તેમની સોફ્ટ લોન્ચિંગ કરી દીધી છે. તમામ જિયો યૂઝર્સને તેનું રજિસ્ટર કરી શરૂઆતી ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવાની ઓફર આપવામાં આવી રહી છે. જોકે અત્યારે આ ત્રણ વિસ્તારોમાં જ છે, પરંતુ આગળ જઇને તેને વધારવામાં આવશે. જિયોમાર્ટ એપને જલદી જ લોન્ચ કરવામાં આવશે.
શું છે પ્લાન
જોકે કંપનીએ અત્યારે તેના વિશે કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જિયોમાર્ટના ગ્રાહકોને 50,000થી વધુ ગ્રોસરી ઉત્પાદનોની ફ્રી હોમ ડિલિવરીનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે અને તેના માટે કોઇ ન્યૂનતમ ઓર્ડર વેલ્યૂ પણ છે. પ્રશ્ન વિના રિટર્ન કરવા અને એક્સપ્રેસ ડિલિવરીનો વાયદો કર્યો છે.
રિલાયન્સ રિટેલના ઇ-કોમર્સ સેવા દ્વારા ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રકારે બંને પ્રકાર બિઝનેસ કરવામાં આવશે અને તેનાથી તમામ ઉત્પાદનો, વેપારીઓ, નાના દુકાનદારો, બ્રાંડ અને ગ્રાહકોને ઉમેરવામાં આવશે. કંપની લગભગ બે વર્ષ તેની યોજના પર કામ કરી રહી છે. હાલ રિલાયન્સ રિટેલ દ્વારા નેબરહુડ સ્ટોર, સુપરમાર્કેટ, હાઇપર માર્કેટનું સંચાલન કરવામાં આવે છે.
ખાસકરીને રોજિંદા સામાન જેવા સાબુ, શેમ્પૂ અને અન્ય ઘરેલૂ આઇટમની વેચાણ પર કંપની ભાર મુકવા ઇચ્છે છે. કંપની સ્થાનિક દુકાનદારોને ઓનલાઇન ટુ ઓફલાઇન (O20) માર્કેટપ્લસ પુરી પાડી રહી છે, આ એક એવું બિઝનેસ મોડલ છે જેને ચીનની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ અપનાવતી રહે છે. તેમાં ગ્રાહકોને ઓનલાઇન ઉત્પાદનોને સર્ચ કરવામાં અને તેને કોઇ ફિજિકલ સ્ટોર પરથી ખરીદવાનો વિકલ્પ મળે છે.