રિલાયન્સનું મિશન ઓક્સિજન : 5 ઓક્સિજન ટેન્કર દિલ્હી માટે રવાના કરાયા
દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત (oxygen crises) દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. તો આજે રિલાયન્સ ફાઉન્ડેશન (reliance foundation) દ્વારા હાપા ગુડ્સ શેડથી ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ છે.
મુસ્તાક દલ/જામનગર :દેશમાં કોરોના સંક્રમણની ચેન તોડવામાં સરકાર ઉપરાંત અંગત સંસ્થાઓનું પણ યોગદાન મહત્વનું બની ગયું છે. ઓક્સિજનની અછત (oxygen crises) દૂર કરવા માટે ટાટા, અદાણી જેવી કંપનીઓ બાદ હવે રિલાયન્સ કંપની પણ આગળ આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. તો આજે રિલાયન્સ ફાઉન્ડેશન (reliance foundation) દ્વારા હાપા ગુડ્સ શેડથી ત્રીજી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ છે.
5 ઓક્સિજન ટેન્કર માલગાડી ટ્રેનમાં રવાના કરાઈ
આજે 4 મે 2021 ના રોજ રાજકોટ ડિવિઝનના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે 5 ઓક્સિજન ટેન્કર માલગાડી ટ્રેનમાં રવાના કરાઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા આ ઓક્સિજન ટેન્કરોમાં કુલ 103.64 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન મોકલવામાં આવ્યું છે. આ ખાસ એક્સપ્રેસ ટ્રેન તેના અંતિમ મુકામ સુધી પહોંચવા માટે 1230 કિમીનું અંતર કાપશે. જામનગરથી રવાના કરાયેલ ઓક્સિજનને દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલોના દર્દીઓ દ્વારા ઉપયોગ માટે આપવામાં આવશે.
આ પણ વાંચો : હાઈકોર્ટમાં સુનાવણી :એડવોકેટ એસોસિયેશન કહ્યું-સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું
રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન
ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ 19 થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી ખુદ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યાં છે. રિફાઈનરીમાં ઓક્સિજન ઉત્પાદનથી લઈને તેના લેન્ડિંગ અને સપ્લાય પર મુકેશ અંબાણી નજર રાખી રહ્યાં છે.
આ પણ વાંચો :ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો
અનેક દેશોમાંથી ટેન્કર એરલિફ્ટ કરાયા
જામનગર રિલાયન્સ હાલ મિશન ઓક્સિજન પર કામ કરી રહ્યું છે. આ માટે 1000 એમટી ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડવા 24 ટેન્કર એરલિફ્ટ કરાયા છે. રિલાયન્સના મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને થાઇલેન્ડથી ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરાયા છે. ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે.
આ પણ વાંચો : દર્દીના નામનું રેમડેસિવિર માર્કેટમાં ચાર ગણા ભાવે વેચાતું, સુરતની સાંઈદીપ હોસ્પિટલનું કૌભાંડ
11% મેડિકલ ઓક્સિજન એકલુ રિલાયન્સ ઉત્પાદન કરે છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરીના માધ્યમથી એલએમઓનું ઉત્પાદન 1000 મેટ્રિક ટન વધારી દીધું છે. 1000 મેટ્રેક ટન ઓક્સિજન 1 લાખથી વધુ લોકોની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા રાખે છે. રિલાયન્સ આજે ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. હાલ દર 10 માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. ગત દિવસોમાં આરઆઈએલની તરફથી એલએમઓનું ઉત્પાદન 700 મેટ્રિક ટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : માત્ર 1 રૂપિયામાં મળશે શબવાહિની, ગુજરાતના એક જિલ્લાની અનોખી પહેલ