નવી દિલ્હીઃ Petrol Diesel Price Today 9th Aug 2021: પેટ્રોલિયમ કંપનીઓએ 23માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત આપી છે. સોમવારે જારી પેટ્રોલ-ડીઝલના નવા ભાવ પ્રમાણે આજે દિલ્હીમાં પેટ્રોલ 101.84 તથા ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. એટલે કે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતાં દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ પોર્ટ બ્લેયરમાં છે તો સૌથી મોંઘુ રાજસ્થાનના ગંગાનગરમાં. છેલ્લે 17 જુલાઈએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ


શહેરનું નામ પેટ્રોલ રૂપિયા/લીટર ડીઝલ રૂપિયા/લીટર
દિલ્હી 101.84 89.87
મુંબઈ 107.83 97.45
ચેન્નઈ 101.49 94.39
કોલકત્તા 102.08 93.02
ભોપાલ 110.20 98.67
રાંચી 96.68 94.84
બેંગલુરૂ 105.25 95.26
પટના 104.25 95.57
ચંડીગઢ 97.93 89.50
લખનઉ 98.92 90.26

આ રીતે વધી જાય છે પેટ્રોલ ડીઝલનો ભાવ
1 ઓગસ્ટના આંકડા અનુસાર દિલ્હીમાં એક લીટર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર 32.90 રૂપિયા અને રાજ્ય સરકાર 23.50 રૂપિયા ટેક્સ વસૂલે છે. તો ડીઝલ પર કેન્દ્ર સરકાર 31.80 રૂપિયા અને દિલ્હી સરકાર 13.14 રૂપિયા ટેક્સના રૂપમાં વસૂલવામાં આવે છે. આ સિવાય માલ ભાડુ અને ડીલરનું કમિશન જોડવામાં આવે છે. આ કારણ છે કે 41.24 રૂપિયાનું પેટ્રોલ દિલ્હીમાં 101.62 રૂપિયા થઈ જાય છે. 2020માં કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ત્યારે મહામારીને કારણે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. 


આ પણ વાંચોઃ ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર ખેડૂતોને આપે છે ધરખમ સબસિડી, જાણો વિગતો


દરરોજ સવારે નક્કી થાય છે કિંમતો
હકીકતમાં વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધાર પર દરરોજ પેટ્રોલ અને ડીઝલોની કિંમતમાં ફેરફાર થાય છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરે છે. ઈન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સંશોધન કરે છે. 


SMS દ્વારા આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ SMS દ્વારા ચેક કરી શકો છો. ઈન્ડિયન ઓયલ (IOC) ના ગ્રાહક RSP<ડીલર કોડ> લખી 9224992249 નંબર તથા એચપીસીએલ (HPCL) ના ગ્રાહકો HPPRICE <ડીલર કોડ> લખી 9222201122 નંબર પર મોકલી શકો છો. બીપીસીએલ (BPCL) ગ્રાહક RSP<ડીલર કોડ> લખી 9223112222 પર મોકલી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube