New locker rules: 1 જાન્યુઆરીથી બદલાશે બેંક લોકરના નિયમો, જાણી લો નહીતર થશે નુકસાન
Bank Locker New Rules: બેંક લોકરના નવા નિયમોની જાણકારી એસબીઆઇ અને BNB સહિત અન્ય બેંક પોતના ગ્રાહકોને એસએમએસ દ્વારા આપી રહી છે.
Reserve Bank of India: જો તમારી પાસે કોઈપણ બેંકમાં લોકર છે અથવા તમે લોકર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ જાણવું જરુરી છે... વાસ્તવમાં, 1 જાન્યુઆરી, 2023 થી બેંક લોકરના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધિત નોટિફિકેશન મુજબ, નવા નિયમો લાગુ થયા બાદ બેંક લોકરની બાબતોમાં પોતાની મરજીથી ચલાવી શકશે નહીં. ગ્રાહકને નુકસાન થાય તો બેંક તેની જવાબદારીથી ભાગી શકે નહીં. જો બેંકની બેદરકારીને કારણે લોકરની સામગ્રીને નુકસાન થાય છે, તો બેંકે તેના માટે ગ્રાહકને વળતર આપવું પડશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સહિત દેશની અન્ય બેંકો RBI દ્વારા કરવામાં આવેલા આ નવા ફેરફારો વિશે તેમના ગ્રાહકોને આ માહિતી આપી રહી છે. આ બેંકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા તેમના ગ્રાહકોને નવા નિયમોની જાણકારી આપી રહી છે. જેમાં લખ્યું છે કે, 'RBIની નવી ગાઈડલાઈન મુજબ, નવા લોકર એગ્રીમેન્ટ 31 ડિસેમ્બર 2022 પહેલા એક્ઝિક્યુટ થવાના છે. આવી સ્થિતિમાં, બેંક લોકરના ગ્રાહકોએ ખાતરી કરવી પડશે કે તેઓએ નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા છે કે નહીં. લોકરના નવા નિયમો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે.
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube