RBI એ આ 4 બેંકો સામે લીધો મોટો નિર્ણય, ચેક કરી લેજો એમાં તમારું ખાતુ તો નથી ને...?
RBI Penalty on Banks: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલેકે, RBI ભારતની તમામ બેંકોની વડી બેંક છે. દેશના બેંકિંગ સેક્ટરને લગતા નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યારે ચાર મોટી બેંકો વિશે પણ આરબીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. જાણી લેજો કઈ કઈ બેંકોનો થાય છે સમાવેશ.
Reserve Bank Of India: હવે RBIએ 4 સહકારી બેંકો સામે આંખ લાલ કરી છે. નિયમોમાં બાંધછોડ કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ બેંકો સામે મોટો નિર્ણય લીધો છે. ઘણી કોર્પોરેટ બેંકો નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી, જેના કારણે RBIએ 4 સહકારી બેંકોને મસમોટો નાણાકીય દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છેકે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સમયાંતરે બેંકો સંબંધિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. એજ રીતે આ વખતે સહકારી બેંકોની લાલિયાવાડી સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. અખબારી યાદી મુજબ, બેંકે આંતર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનો પણ ભંગ કર્યો હતો અને પાકતી મુદતની તારીખથી ચુકવણીની તારીખ સુધી પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ બચત થાપણો પર લાગુ પડતા દરે અથવા વ્યાજના કરારના દરે હતું, જે ઓછું હોય તે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા.
કઈ-કઈ બેંકોને ફટકારવામાં આવ્યો દંડ?
નિયમોને નેવે મૂકીને લાલિયાવાડી કરતી બેંકો સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. આ 4 બેંકોની યાદીમાં સર્વોદય સહકારી બેંક, ધાનેરા મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક, જનતા કો-ઓપરેટિવ બેંક અને મણિનગર કો-ઓપરેટિવ બેંકનું નામ સામેલ છે.
કઈ બેંકને કેટલો દંડ ફટકારવામાં આવ્યો?
મધ્યસ્થ બેંકે મણિનગર કોઓપરેટિવ બેંકને 1 લાખ રૂપિયાનો દંડ, જનતા કોઓપરેટિવ બેંકને 3.50 લાખ રૂપિયાનો દંડ, ધાનેરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકને 6.50 લાખ રૂપિયાનો દંડ અને ડી પર 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સર્વોદય સહકારી બેંક પર નાણાકીય દંડ લાદવામાં આવ્યો હતો કારણ કે બેંકે તેના એક ડિરેક્ટરના સંબંધીઓને લોનની સુવિધા મંજૂર કરી હતી, અને આંતર-બેંક ગ્રોસ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું જ્યાં ડિરેક્ટરોના સંબંધીઓ ગેરેન્ટર તરીકે ઉભા હતા. તેવી જ રીતે ધાનેરા મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે તેના ડિરેક્ટરો અને તેમના સંબંધીઓને લોનની સુવિધા મંજૂર કરી હતી.