Reserve Bank Of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકો અંગે મોટો નિર્ણય લીધો છે. જો તમારું પણ બેંકમાં એકાઉન્ટ હોય તો આ તમારા કામના સમાચાર છે. આરબીઆઈએ 5  બેંકો વિરુદ્ધ કડક પગલું ભર્યું છે. હવે આ 5 બેંકોના ગ્રાહકો પૈસા કાઢી શકશે નહીં. આ સાથે જ કેટલાક અન્ય પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ બેંકોની બગડતી આર્થિક સ્થિતિને પગલે આરબીઆઈએ આ બેંકો પર પ્રતિબંધો લગાવ્યા છે. ચેક કરો કે તેમાં કઈ કઈ બેંકો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 6 મહિના સુધી ટ્રાન્સફર નહીં કરી શકો પૈસા
આરબીઆઈ તરફથી જારી નિવેદન મુજબ આ બેંકો પર પ્રતિબંધો આગામી 6 મહિના સુધી રહેશે એટલે કે આવનારા 6 મહિના સુધી બેંકના ગ્રાહકો પૈસા કાઢી શકશે નહીં. આ સાથે જ બેંક આરબીઆઈને પૂર્વ સૂચના આપયા વગર ન તો લોન સ્વીકારી શકશે કે ન તો કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકશે. 


અનેક પ્રતિબંધો લગાવ્યા
અત્રે જણાવવાનું કે બેંકોની પાસે હવે કોઈ પણ પ્રકારની લોન આપવાનો અધિકાર નથી. આ સિવાય કોઈ પણ નવી જવાબદારી પણ ઉઠાવી શકશે નહીં. આ સાથે કોઈ પણ પ્રકારની સંપત્તિનું ટ્રાન્ઝેક્શન કે અન્ય કોઈ ઉપયોગ નહીં કરી શકશે. 


આ બેંકો છે યાદીમાં સામેલ
આરબીઆઈના જણાવ્યાં મુજબ એચસીબીએલ સહકારી બેંક, લખનઉ (ઉત્તર પ્રદેશ), આદર્શ મહિલા નગરી સહકારી બેંક મર્યાદિત ઔરંગાબાદ (મહારાષ્ટ્ર), શિમલા સહકારી બેંક નિયમિત મદુર, માંડ્યા (કર્ણાટક),ની હાલની કેશ સ્થિતિ જોતા આ બેંકોના ગ્રાહકો પોતાના ખાતામાંથી પૈસા કાઢી શકશે નહીં. 


છોકરીઓ વચ્ચે બાથંબાથીમાં તમામ મર્યાદાઓ પાર, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, Video Viral


હવે વિદેશોમાં પણ વાગશે PM મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થવા જઈ રહી છે ભારતની આ સેવા


આ શું? એક વ્યક્તિ માત્ર 2 ટામેટાં અને 3 બટાકાની ખરીદી શકશે, સરકારનો વિચિત્ર હુકમ


આ બેંકોના ગ્રાહકો 5000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે
ઉર્વાકોન્ડા સહકારી બેંક, ઉર્વાકોન્ડા (અનંતપુર જિલ્લો, આંધ્ર પ્રદેશ), અને શંકરરાવ મોહિતે પાટીલ સહકારી બેંક, અકલુજ (મહારાષ્ટ્ર) ના ગ્રાહકો 5000 રૂપિયા સુધીનો ઉપાડ કરી શકશે. 


ગ્રાહકોને મળશે 5 લાખ
આરબીઆઈએ કહ્યું કે પાંચ સહકારી બેંકોના પાત્ર જમાકર્તા જમા વીમા અને ક્રેડિટ ગેરંટી નિગમમાથી પાંચ લાખ રૂપિયા સુધીનો વીમા દાવો રકમ પ્રાપ્ત કરવા માટે હકદાર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube