RBI Repo Rate: ઘર અને ગાડી બધુ થશે મોઘું, આજે RBI ની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
RBI Repo Rate:આજથી RBIની 3 દિવસીય નાણાંકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં આરબીઆઈ દ્વારા દેશભરની બેંકો માટે મોટો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં ખાસ કરીને રેપો રેટ વધવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો રેપોરેટ વધશે તો વ્યાજદરોમાં વધારો થશે. જેને કારણે નાગરિકો પર વધુ આર્થિક ભારણ પડશે.
Reserve Bank of India Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાંકીય નીતિ સમિતિ (MPC)ની આજથી ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ. આ ત્રણ દિવસ સુધી યોજાનાર બેઠક 8 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સંભવતઃ બુધવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ જણાવશે કે નીતિગત વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ વધારો કરાશે કે નહીં. અહેવાલોનું માનીએ તો RBI આ વખતે પણ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જોકે રેપો રેટની વૃદ્ધિમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે. વિશ્લેષકો મુજબ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો થઈ શકે છે. ગત વર્ષે RBIએ રેપો રેટમાં 5 વખત વધારો કર્યો હતો અને રેપો રેટ 6.25 ટકા સુધી પહોંચાડી દીધો હતો.
રેટ વધવાથી શું ફેર પડે?
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં MPCએ વ્યાજ દરમાં 0.35નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ વધારો 225 બેસિસ પોઈન્ટ અથવા 2.25 ટકા કરાયો હતો. આ વ્યાજ દરમાં 3 વખત 0.50 ટકા વધારો કરાયો હતો. રેપો રેટ વધવાના કારણે બેંકો માટે RBI પાસેથી નાણાં લેવા મોંઘા થઈ જાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. બેંકો પણ ગ્રાહકો માટે લોન મોંધી કરી દે છે. અગાઉથી જ હોમ લોનનો વ્યાજ દર 8.50 ટકાની ઉપર પહોંચી ગયું છે. ફરી વ્યાજ દર વધવાથી વધુ તેની ઉપર જવાની આશંકા છે.
ઘર-કાર ખરીદવું થશે મોંઘું-
જો વ્યાજ દર વધશે તો લગભગ તમામ પ્રકારની લોનો મોંઘી થઈ જશે. RBI દ્વારા રેપો રેટ વધારવાના કારણે બેંકો વ્યાજમાં વધારો કરે છે. બેંકના મોટાભાગના વ્યાજ દરો બાહ્ય પરિબળો પર આધાર રાખે છે અને આમાં સૌથી મોટું પરિબળ રેપો રેટ છે. જો કે આનો એક ફાયદો રોકાણકારોને થાય છે. બેંક FDનાં રોકાણકારોને વધુ નાણાં મળે છે. અમે ગત વર્ષે આના ઉદાહરણો જોયા છે. ઘણી બેંકો FD પર 7% કે તેથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.