મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ(Reserve Bank of India) નાણાનીતિ સમિતિની (Monetary Policy Committee -MPC))બેઠક પછી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં આરબીઆઈએ(RBI) વર્ષ 2019-20 દરમિયાન જીડીપીમાં(GDP) વધુ ઘટાડો થવાના સંકેત આપ્યા છે. આ સાથે જ તેણે જીડીપીના(GDP) વિકાસ દરનું પૂર્વાનુમાન જે 6.1 ટકા કર્યું હતું તે ઘટાડીને 5 ટકા કરી નાખ્યું છે. આ સાથે જ આરબીઆઈએ(RBI) રેપો રેટ 5.15 ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં નાણાનીતિ સમિતિની (Monetary Policy Committee -MPC) ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક પછી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikant Das) જીડીપી(GDP) વિકાસ દરના અનુમાન પર લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે સંકેત આપ્યા છે કે, રેપો રેટ(Rapo Rate) આગામી સમય પણ ઘટાડી શકાય છે. 


ATMના નિયમોમાં થશે ફેરફાર, RBI લાવશે શોપિંગ માટે નવું કાર્ડ


મોંઘવારી(Inflation) વધવાની આશંકા
આરબીઆઈએ(RBI) વર્તમાન નાણાકિય વર્ષની બીજી છ માસિક રિટેલ મોંઘવારી દર વધવાની પણ શંકા વ્યક્ત કરી છે. છેલ્લે આરબીઆઈએ રિટેલ મોંઘવારી(Retail Inflation) 3.5 ટકાથી 3.7 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું, પરંતુ આ વખતની સમીક્ષામાં તેને વધારીને 4.7 ટકાથી 5.1 ટકા કર્યું છે. આરબીઆઈએ આ અનુમાન એટલા માટે વધાર્યું છે, કેમ કે ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 4.6 ટકા પહોંચી ગઈ હતી. 


2019-20ની પાંચમી નાણાનીતિ સમીક્ષાની મુખ્ય 10 બાબતોઃ 
1. ચાલુ નાણાકિય વર્ષ માટે સરેરાશ ઘરેલુ ઉત્પાદન(GDP)ના વિકાસ દરનું અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયું છે. 
2. રેપો રેટનો દર 5.15 ટકા યથાવત રખાયો છે. 
3. વિવિધ પ્રકારના સંકેતો જણાવી રહ્યા છે કે, માગની સ્થિતિ નબળી પડેલી છે. 


PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે


4. આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે રિઝર્વ બેન્ક ઉદાર વલણ જાળવી રાખશે. 
5. આરબીઆઈએ સ્વિકાર્યું કે નાણા નીતિના મુદ્દે ભવિષ્યમાં વિશેષ પગલાં ભરવાની જરૂર પડશે. 
6. ચાલુ નાણાકિય વર્ષના બીજા છમાસિક ગાળા માટે છુટક ફુગાવાના દરનું અનુમાન વધારીને 5.1થી 4.7 ટકા કરાયું છે. 


RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત


7. રિઝર્વ બેન્કનું માનવું છે કે, રેપો પેટમાં ઘટાડાનો ફાયદો આગળ પહોંચાડવાનું કામ વધુ સારું રહેશે. 
8. વિદેશી ચલણનો ભંડાર 3 ડિસેમ્બરના રોજ 451.7 અબજ ડોલર રહ્યો છે. છેલ્લા નાણાકિય વર્ષની સમાપ્તિ કરતાં આ 38.8 અબજ ડોલર વધુ છે. 
9. નાણાનીતિ સમિતિના તમામ 6 સભ્યોએ નીતિગત દરોમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાનો પક્ષ લીધો હતો. 
10. નાણાનીતિ સમિતિની આગામી બેઠક 4થી 6 જાન્યુઆરી, 2020 દરમિયાન યોજાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....