Retirement Plan: નિવૃત્તિ બાદ તમામ ચિંતા થશે દૂર, આ સ્કીમમાં રોકાણ કરશો તો મળશે પેન્શન
LIC Jeevan Shanti Policy: જો તમે નોકરી દરમિયાન સમજદારીથી રોકાણ કરી તમારા માટે એક સારા પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. આવી એક એલઆઈસીની પોલિસી છે. આ પોલિસીમાં રોકાણ કરવા પર તમને ઘણા પ્રકારના ફાયદા મળે છે.
નવી દિલ્હીઃ સરકારી નોકરી હોય કે ખાનગી કર્મચારી, દરેકની સૌથી મોટી ચિંતા નિવૃત્તિને લઈને હોય છે. નિવૃત્તિ બાદ દર મહિને જો તમને એક ફિક્સ પૈસા મળે તો આરામથી જીવન પસાર કરી શકાય છે. તેવામાં નોકરી કરવાની સાથે પેન્શનની વ્યવસ્થા કરવી જરૂરી છે. આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ (LIC Jeevan Shanti Policy)વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં રોકાણ કરી તમે દર મહિને 11 હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. આ યોજના (LIC Jeevan Shanti Policy) માં રોકાણ કરવા પર ઘણા પ્રકારના લાભ પણ મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
આ યોજનાનો ઉઠાવી શકો છો લાભ
અમે જે યોજનાની વાત કરી રહ્યાં છીએ તે એલઆઈસીની ન્યૂ જીવન શાંતિ પોલિસી (LIC Jeevan Shanti) છે. તેમાં (LIC Jeevan Shanti)રોકાણ કરી તમે નિવૃત્તિ બાદ પેન્શનનો ફાયદો ઉઠાવી શકો છો. LIC એ પોતાની ન્યૂ જીવન શાંતિ પ્લાન માટે પાછલા મહિને દરોમાં ફેરફાર કર્યો હતો. એટલે કે આ યોજના હેઠળ અરજી કરનાર નવા પોલિસીધારકોને વધુ વ્યાજ મળશે. આ સ્કીમ હેઠળ હેઠળ તમે સીમિત રોકાણમાં વધુ નફો મેળવી શકો છો.
આ પણ વાંચોઃ ડીઝલ કારો 4 વર્ષમાં થઈ જશે બંધ! સરકારી પેનલે કરી ભલામણ, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
આ રીતે મળશે પેન્શન
નોંધનીય છે કે એલઆઈસીની ન્યૂ જીવન શાંતિ પોલિસી એક નોન લિંક્ડ પ્લાન છે. તેમાં તમારે વાર્ષિક પ્રીમિયમ આપવાનું હોય છે. પોલિસી હોલ્ડર પેન્શન ક્યારે લેવા ઈચ્છે છે તે માટે પણ યોજનામાં ઓપ્શન મળે છે. તમે તેનો ફાયદો 5, 10, 15 કે 20 વર્ષ બાદ લઈ શકો છો. કસ્ટમર દ્વારા પસંદ કરવામાં આવેલા સમય અનુસાર પેન્શન મળવાનું શરૂ થઈ જશે. LIC ના આ પ્લાનમાં તમને દર મહિને પેન્શન તરીકે મળે છે. આ સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને એક ચોક્કસ રકમ મેળવી શકો છો. જે લોકો એક સાથે રકમ જમા કરાવી પેન્શન લેવા ઈચ્છે છે તે પણ તેનો લાભ લઈ શકે છે.
પ્લાન પ્રમાણે સિંગલ લાઇફ માટે ડિફર્ટ એન્યુટીની સ્થિતિમાં 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદવા પર તમને 11192 રૂપિયાનું માસિક પેન્શન મળી જશે. કમ્યુનિટી લાઇફ માટે ડિફર્ટ એન્યુટીના મામલામાં માસિક પેન્શન 10576 રૂપિયા હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube