મુંબઈ : દેશની સૌથી મોટી ભારતીય બેંક (SBI) એક ખાસ સુવર્ણ જમા યોજનાનો વિકલ્પ આપે છે. આ યોજનાને Revamped Gold Deposit Scheme (R-GDS) પણ કહેવાય છે. આ યોજના અંતર્ગત તમે ઘરમાં રાખેલા નકામા સોનાને જમા કરાવી શકાય છે. આમાં સુરક્ષા પણ મળે છે અને વ્યાજ તરીકે આવક પણ મળે છે. આ યોજના અંતર્ગત સોનાના ઘરેણાં અને સિક્કા પણ જમા કરાવી શકો છો. આ યોજનામાં સ્ટોન અને બીજી ધાતુઓ જમા નથી કરાવી શકતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સ્ટેટ બેંકની વેબસાઇટ www.sbi.co.in પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ સોનું જમા કરાવવા માટે અલગઅલગ કેટેગરી છે અને એ પ્રમાણે એને જમા કરાવી શકાય છે. શોર્ટ ટર્મ ડિપોઝીટ અંતર્ગત એક વર્ષ માટે 0.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ સિવાય 2 વર્ષ સુધી 0.55 ટકા અને 3 વર્ષ માટે 0.60 ટકા વ્યાજ મળે છે. જો તમે લોન્ગ ટર્મ ગર્વમેન્ટ ડિપોઝીટ એટલે કે 12થી 15 વર્ષની પસંદગી કરો તો 2.50 ટકા વ્યાજ મળશે.


રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને લઘુત્તમ 30 ગ્રામ સોનું કરાવવું પડે છે. જોકે એસબીઆઈની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે એને જમા કરાવવા માટે કોઈ મહત્તમ સીમા નથી. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...