રિલાયન્સનો નવો ઈતિહાસ, BPને પછાડી વિશ્વની ટોપ-6 તેલ ઉત્પાદન કંપનીમાં થઈ સામેલ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે નવો ઈતિહાસ રચ્યો છે. આરઆઈએલ બ્રિટિશ પેટ્રોલિયમને પછાડીને તેલ ઉત્પાદન કરનારી વિશ્વની ટોપ 6 કંપનીઓની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ બુધવારે એકવાર ફરી નવો ઈતિહાસ રચ્યો છે. મંગળવારે 9.5 લાખ કરોડના માર્કેટ કેપને (MCAP) પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બન્યા બાદ બુધવારે તે બ્રિટિશ પેટ્રોલિયમ (BP)ને પછાડીને વિશ્વમાં તેલનું ઉત્પાદન કરતી ટોપ છ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
બુધવારે કારોબાર બંધ થયા બાદ મુકેશ અંબાણીની તેલ કંપનીની કુલ વેલ્યૂ 138 અબજ ડોલર (9.66 લાખ કરોડ રૂપિયા) રહી, જ્યારે બ્રિટિશ પેટ્રોલિયમની કુલ વેલ્યૂ 132 અબજ ડોલ (9.24 લાખ કરોડ રૂપિયા) છે. આ વર્ષે રિલાયન્સના શેરમાં ત્રણ ગણા સુધીનો વધારો થયો છે.
18 મહિનામાં શૂન્ય કરશે કંપની પર દેવુ
અંબાણી દ્વારા આગામી 18 મહિનામાં પોતાના દેવાને શૂન્ય કરવા માટે પોતાના તેલથી લઈને કેમિકલ્સના વેપારમાં સાઉદી અરામકોને ભાગીદારી વેચવા સહિત ઘણા ઉપાયોની જાહેરાત કર્યાં બાદ આ વર્ષે કંપનીના શેરમાં ત્રણ ગણા સુધીનો વધારો જોવા મળ્યો છે.
સંપત્તિમાં જેક માને પછાડ્યા
બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ પ્રમાણે, શેરોમાં વધારાથી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ વધીને 56 અબજ ડોલર (3.92 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે, જેની સાથે તે અલીબાબાના જેક માને પછાડીને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. પાછલા મહિનાના અંતમાં કેટલાક સમય માટે રિલાયન્સનું એમકેપ પ્રથમવાર બીપીને પાર કરી ગયું હતું, પરંતુ બુધવારે ઘરેલૂ શેર બજારમાં વધારાથી હવે તેણે એકવાર ફરી તેના પર લીડ બનાવી લીધી છે.
PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!
પેટ્રોચાઇનાને પછાડવા તરફ અગ્રેસર
વર્તમાનમાં રિલાયન્સ વેલ્યૂ પ્રમાણે એશિયાની સૌથી મોટી તેલ કંપની પેટ્રોચાઇનાની સાથે પણ એમકેપનું અંતર ઘટાડી રહી છે અને એમકેપ પ્રમાણે 10 લાખ કરોડ રૂપિયાની પ્રથમ ભારતીય કંપની બનવાની રાહ પર અગ્રેસર છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube