મુંબઈ : સોમવારે રિલાયન્સ ઇ્ન્ડસ્ટ્રીઝના શેરની કિંમતો 3% કરતા વધારે ઘટી હતી. હકીકતમાં RILનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) ધારણા કરતા ઓછું આવતા આ આંચકો લાગ્યો હતો. આ સિવાય કંપનીના ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયોની એવરેજ રેવન્યુ પર યુઝ (ARPU) પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે પ્રવર્તી રહેલી પ્રાઇઝ વોરને કારણે સતત ઘટી રહી છે. RJioનો નફો 2018ના નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 510 crore નોંધાયો છે જે ત્રીજા ક્વાર્ટની આવક કરતા 1.2 ટકા વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવા વર્ષ પહેલાં પરણેલી યવતીની લાશ મળી ફાંસી ખાધેલી હાલતમાં, પછી આવ્યા ચોંકાવનારા તથ્યો


શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 6.30 લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને 6.10 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. રોકાણકારોને કદાચ કંપનીના પરિણામો ગમ્યા નહીં અને વેચવાલીના દબાણમાં સોમવારે ઘટાડા સાથે શરૂઆત થઇ જે 45 મિનિટમાં જ 3.25% સુધી વધી ગઇ.