Crude Oil ના ભાવમાં વધારો અને રૂપિયામાં ઘટાડાથી આગળ જતાં દેશનું નાણાકીય ગણિત બગડી શકે છે. અનુમાન છે કે નાણાકીય વર્ષ 2019માં આયાત બિલ 20 ટકા વધીને 130 અરબ ડોલર થઇ શકે છે, જે સરકારઈ એજન્સીઓના પૂર્વાનુમાન કરતાં બમણું હશે. તાજેતરમાં કરવામાં આવેલા અંદાજમાં પેટ્રોલિયમ મંત્રાલયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિ સેલ (PPAC)નું અનુમાન છે કે આયાત બિલ 2017-18 ના 88 અરબ ડોલરથી 27 ટકા વધીને 2018-19માં 112 અરબ ડોલર થઇ જશે. પરંતુ આ અનુમાન ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 57.77 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો એક્સચેન્જ દર 70.73 રૂપિયા પ્રતિ ડોલર પર આધારિત છે. હવે ભારતીય બાસ્કેટમાં ક્રૂડના ભાવ 65 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો એક્સચેન્જ દર 71 રૂપિયા પ્રતિ ડોલર થઇ ગયો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂંક સમયમાં જ ઘટી શકે છે તમારી લોનની EMI, આરબીઆઇ બેંકો સાથે કરશે બેઠક


મંત્રાલયના એક પૂર્વ સચિવે કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી મજબૂતી આવી છે અને બ્રેંટ ક્રૂડના ભાવ ગત અઠવાડિયાના મુકાબલે સાત ટકા વધીને 66 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે. તો બીજી તરફ રૂપિયામાં ઘટાડો થયો છે. તેનો સ્પષ્ટ સંકેત છે કે નાણાકીય વર્ષ 2019ના અંતમાં ઓઇલના ભાવ વધુ રહેવાથી ઓઇલ આયાત બિલ વધુ થઇ જશે જે સરકારના અનુમાનથી ખૂબ વધુ હશે.

હોમ લોન લેવામાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે તમારી મદદ, વ્યાજમાં પણ મળશે રાહત


જો ઓઇલ આયાત બિલ 130 અરબ ડોલરના સ્તરની આસપાસ રહેતાં આ નાણાકીય વર્ષ 2013 અને નાણાકીય વર્ષ 2014ના સ્તરની આસપાસ હશે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 100 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. 

ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ


આ પ્રકારે ઓઇલનું બિલ નાણાકીય વર્ષ 2019માં મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં સૌથી વધુ હશે અને આ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારના બીજા કાર્યકાળના ઉચ્ચ આયાત બિલની નજીક હશે જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 140 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહી હતી.