નવી દિલ્હીઃ ઓપ્શન ટ્રેડિંગમાં હાઈ રિસ્ક છે. સેબીએ અલગ-અલગ પ્લેટફોર્મ પર ઈન્વેસ્ટરોને સતત ચેતવણી આપી છે કે ઓપ્શન ટ્રેડિંગમાં 10માંથી 9 લોકો પૈસા ગુમાવે છે. ઓપ્શન ટ્રેડિંગ હાઈ વોલેટાઇલ અને રિસ્કી ઈન્સ્ટ્રુમેન્ટ છે. પરંતુ તેને શીખી શકાય છે. ઘણા ઓપ્શન ટ્રેડર્સ નફો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ સૌથી મહત્વનો ભાગ છે. રિસ્ક મેનેજમેન્ટ તમને ઓપ્શન ટ્રેડિંગ શીખવે છે અને પછી સતત ઓપ્શન ટ્રેડિંગ કરતા મોટા લોસથી બચાવે છે. રિસ્ક મેનેજમેન્ટથી ટ્રેડર પોતાના કેપિટલની રક્ષા કરી શકે છે.


તે પણ જાણવું જરૂરી છે કે રિસ્ક મેનેજમેન્ટ છે શું અને તેને કઈ રીતે કરી શકાય છે. આ 10 વાતોથી આપણે જાણીશું કે રિસ્ક મેનેજમેન્ટ શું છે?


1. ઓપ્શન ટ્રેડિંગને સમજો
ઓપ્શન ટ્રેડિંગ કરતા પહેલા તેના પ્રીમિયમ, એક્સપાયરી અને ઉપલબ્ધ સ્ટ્રેટેજી સહિત ઓપ્શન કઈ રીતે મૂવ કરે છે, તેની સમજ હોવી મહત્વપૂર્ણ છે. આ સમજ એક કેલ્કુલેટિવ નિર્ણય લેવા અને જોખમને મજબૂત રીતે મેનેજ કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચોઃ 5, 7 કે 10 વર્ષ...જેટલો પણ સમય તમે કરી હોય નોકરી, કંપની તમને કેટલી આપશે ગ્રેચ્યુઈટી?


2. રિસ્ક ટોલરેન્સ
તમારી નાણાકીય સ્થિતિ, ટ્રેડિંગ અનુભવ અને ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટના આધાર પર તમારી રિસ્ક ટોલરેન્સ કે જોખમ સહનશીલતા નક્કી કરો. ઓપ્શન વધુ પ્રોફિટેબલ ઈન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે છે, પરંતુ સાથે તે પણ મહત્વપૂર્ણ છે કે જેટલું તમે ગુમાવી શકો છો તેનાથી વધુ જોખમ ન લો.


3. ડાયવર્સિફાઈ કરો
અલગ અલગ એસેટ, ઈન્ડસ્ટ્રી અને સ્ટ્રેટેજીમાં રિસ્કને ડાયવર્ટ કરો અને તમારા ઓપ્શન ટ્રેડિંગ પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરો. તેનાથી કોઈ એક સ્થિતિમાં નુકસાનના પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે.


4.પોઝીશન સાઇઝિંગ
એક ટ્રેડ પર સંભવિત નુકસાનને તમારી કાર્યકારી મૂડીના પૂર્વનિર્ધારિત ટકાવારી સુધી મર્યાદિત કરવા માટે, ફક્ત તમારી વિકલ્પ સ્થિતિના જથ્થામાં વેપાર કરો જે તમે ગુમાવવા માટે આરામદાયક છો. આ જોખમોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને આપત્તિજનક નુકસાનને અટકાવી શકાય છે.


આ પણ વાંચોઃ સોનામાં 3300 રૂપિયાનો માતબાર ઘટાડો, શું ખરીદવા માટે આ સમય યોગ્ય છે? ખાસ જાણો


5. સ્ટોપ લોસ ઓર્ડર
જો કોઈ પોઝીશન એક ચોક્કસ લોસ લિમિટ સુધી પહોંચી જાય છે તો માર્કેટ સ્ક્વેયર ઓફ કરવાની જગ્યાએ સ્ટોપ લોસ ઓર્ડરનો ઉપયોગ કરો. તેનાથી નુકસાનને સીમિત કરવામાં મદદ મળે છે અને બજારની વોલિટિલિટીના સમય દરમિયાન ઇમોશનલ નિર્ણય લેવાથી રોકે છે. 


6. હેજિંગ
તમારા પોર્ટફોલિયોમાં એડવર્સ એક્ટિવિટીઝથી બચાવ માટે ઓપ્શનનો ઉપયોગ કરો. ઉદાહરણ માટે તમે સ્ટોક પોઝીશનમાં ઘટાડાના રિસ્કથી બચવા માટે પુટ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો કે લોન્ગ પોઝીશન રાખવા આવક વધારવા માટે કવર્ડ કોલનો ઉપયોગ કરી શકો છો. 


7. વોલેટિલિટી મેનેજમેન્ટ
ઓપ્શન પ્રાઇઝ પર વોલિટિલિટીના પ્રભાવને સમજો અને તે અનુસાર તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજીને સેટ કરો. સ્ટ્રેડલ અને સ્ટ્રેંગલ જેવી સ્ટ્રેટેજી વધેલી વોલિટિલિટીથી લાભ ઉઠાવી શકે છે. જ્યારે આયરન કોન્ડોર જેવી સ્ટ્રેટેજી ઓછી વોલિટિલિટીમાં પ્રોફિટ આપી શકે છે. 


8. ટાઇમ ડ઼િકે મેનેજમેન્ટ
ઓપ્શન પ્રાઇઝ પર ટાઇમ ડિકે (થીટા) ના પ્રભાવથી સાવધાન રહો, ખાસ કરી જ્યારે શોર્ટ ટર્મ ઓપ્શનમાં બોઇંગ ટ્રેડ લો. એક્સપાયરી સુધી ઓપ્શનને રાખવાથી બચો જ્યાં સુધી કોઈ એવું વિશેષ કારણ ન હોય, કારણ કે થીડા ડિકે ઓપ્શન પ્રીમિયમને ઝડપથી ઘટાડી શકે છે. 


આ પણ વાંચોઃ શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ


9. રિસ્ક-રિવોર્ડ રેશિયો
કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી કરતા પહેલા પ્રત્યેક ટ્રેડના રિસ્ક-રિવોર્ડ રેશિયોનું મૂલ્યાંકન કરો. અનુકૂળ રિસ્ક-રિપોર્ટ પ્રોફાઇલવાળા ટ્રેડનું લક્ષ્ય રાખો. જ્યાં સંભવિત રિવોર્ડ સંભવિત રિસ્કથી વધુ હોય.


10. સતત નજર રાખો
તમારા ટ્રેડને પ્રભાવિત કરનાર કોઈપણ ફેરફાર માટે તમારી ઓપ્શન પોઝીશન અને ઓવર ઓલ માર્કેટ સિનારિયો પર નિયમિત રૂપથી ધ્યાન રાખો. કોઈપણ ટ્રેડથી કોઈ ઇમોશન ન જોડો અને કોઈપણ સમયે ટ્રેડથી ખુદને બહાર નિકળવા માટે તૈયાર રાખો.