મોંઘવારીએ લોકોના ઘરોના બજેટ બગાડી નાખ્યા છે. રોજબરોજની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોના ઘરમાં બચત કરવી પણ મુશ્કેલ થઈ રહી છે. પરંતુ જો તમે ઈચ્છો તો એક રીત અપનાવીને તમે ખર્ચો ઓછો કરી શકો છો. જો કે તેના માટે તમારે એકવાર થોડી મોટી રકમ ખર્ચ કરવી પડશે. જો કે તેની સાથે તમને સરકાર પણ આર્થિક મદદ કરશે એટલે કે સબસિડી મળશે. બસ તમારે તમારા ઘરની છત પર આ એક વસ્તુ મૂકાવવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે તમારા ઘરની છત પર સરળતાથી સોલર પેનલ લગાવીને તમારી જરૂરિયાત પ્રમાણે વીજળી ઉત્પન્ન કરી શકો છો. સોલર પ્લેટ લગાવીને તમે મસમોટા વીજ બિલથી મુક્તિ મેળવી શકો છો. સરકાર પણ આ કામમાં તમારી મદદ કરવા માટે તૈયાર છે. સરકાર સોલર એનર્જીને પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સબસિડી પણ આપે છે. જો તમે તમારા ઘરની છત પર સોલર પ્લેટ લગાવવા માંગતા હોવ તો તમને સબસિડી મળશે. પરંતુ સૌ પ્રથમ તમારે એ વાતનું આંકલન કરવું પડશે કે તમને કેટલી વીજળીની જરૂર છે. તેનાથી તમને ખબર પડી જશે કે તમારે કેટલી કેપેસિટીવાળી સોલર પેનલ મૂકાવવી પડશે. 


જરૂરિયાતની કરો સમીક્ષા
જો તમારા ઘરમાં વીજળીથી ચાલતા 2-3 પંખા, એક ફ્રિજ, 6-8 LED લાઈટો, એક પાણીની મોટર, અને ટીવી જેવી વસ્તુઓ હોય તો તમારે પ્રતિદિન લગભગ 6-8 વીજળીની જરૂર પડશે. આ માટે તમને 2 કિલોવોટની સોલર પેનલની જરૂર પડશે. મોનોપર્ક બાઈફીશિયલ સોલર પેનલ હાલ નવી ટેક્નોલોજીની સોલર પેનલ છે. તેમાં આગળ અને પાછળ બંને બાજુથી પાવર જનરેટ થાય છે. આથી ચાર સોલર પેનલ 2 કિલોવોટ માટે પૂરતી થઈ રહે છે. 


કેટલી મળે સબસિડી?
ભારતમાં સૂર્ય ઉર્જાને  પ્રોત્સાહન આપવા માટે Ministry of New & Renewable Energy એ સોલર રૂફટોપ યોજનાની શરૂઆત કરી છે. તમે Discom પેનલમાં સામેલ કોઈ પણ સેલર પાસેથી તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. પછી સબસિડી માટે અપ્લાય કરી શકો છો. જો તમે 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલર પેનલ લગાવશો તો સરકાર તરફથી તમને 40 ટકા સુધીની સબસિડી મળી જશે. 10 કિલોવોટની સોલર પેનલ પર 20 ટકા સુધીની સબસિડી મળે છે. 


કેટલો ખર્ચ થાય?
જો તમે 2 કિલો કિલોવોટની સોલર પેનલ લગાવી રહ્યા હોવ તો તેનો ખર્ચ લગભગ 1.20 લાખ રૂપિયા સુધીનો આવશે. પરંતુ તમને સરકાર તરફથી 40 ટકા સબસિડી મળશે. આવામાં તમારે 72 હજાર જેટલો ખર્ચ કરવો પડશે. સરકાર તરફથી તમને 48000 રૂપિયાની સબસિડી મળશે. સોલર પેનલની લાઈફ 25 વર્ષ જેટલી હોય છે. આવામાં તમારે એકવાર ખર્ચો કરવો પડે અને લાંબા સમય સુધી વીજળી બિલથી છૂટકારો મેળવી શકો. 


અરજી માટે Sandes App ડાઉનલોડ કરો અને આ પ્રકારે પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવો


સ્ટેપ-1
- તમારા રાજ્યની પસંદગી કરો. 
- તમારી વીજળી વિતરણ કંપનીની પસંદગી કરો. 
- તમારો વીજળી ઉપભોક્તા નંબર દાખલ કરો. 
- મોબાઈલ નંબર લખો.
- ઈમેઈલ નોંધાવો
- ત્યારબાદ પોર્ટલની ગાઈડલાઈન્સનું પાલન કરો. 


સ્ટેપ-2
-  ઉપભોક્તા નંબર અને મોબાઈલ નંબર સાથે લોગઈન કરો. 
- રૂફટોપ સોલર માટે ફોર્મ મુજબ અરજી કરો. 


સ્ટેપ-3
- DISCOM થી અપ્રુવલ માટે પ્રતિક્ષા કરો. અપ્રુવલ મળ્યા બાદ DISCOM પેનલમાં કોઈ પણ રજિસ્ટર વિક્રેતા પાસે સોલર પેનલ લગાવડાવો. 


સ્ટેપ-4
- સોલર પેનલ લગાવડાવ્યા બાદ તેની ડિટેલ્સને જમા કરાવો અને નેટ મીટર માટે અરજી કરો. 


સ્ટેપ-5
- DISCOM દ્વારા નેટ મીટર લગાવડાવ્યા અને નીરિક્ષણ બાદ તેઓ પોર્ટલથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે. 


સ્ટેપ-6
- કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા બાદ પોર્ટલના માધ્યમથી બેંક ખાતાની ડિટેલ્સ અને કેન્સલ ચેક જમા કરો. સબસિડીની રકમ તમારા ખાતામાં 30 દિવસી અંદર આવી જશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube