Royal Enfield લાવ્યું સિંગલ સીટ વાળી Classic 350, જાણો વિગત
Royal Enfield ने ‘Make Your Own’ કસ્ટમાઇઝેશન ઇનેશિટિવની શરૂઆત કરી છે. આ ખાસ સ્કીમ હેઠળ કંપનીએ પ્રથમ બાઇક સિંગલ સીટ વાળી Classic 350 લોન્ચ કરી છે.
નવી દિલ્હીઃ Royal Enfield એ ‘Make Your Own’ કસ્ટમાઇઝેશન ઇનેશિટિવની શરૂઆત કરી છે. આ હેઠળ ગ્રાહકોને પોતાની પસંદ અનુસાર રોયલ એનફીલ્ડની બાઇકમાં ફેરફારનો વિકલ્પ મળશે. આ ખાસ સ્કીમ હેઠળ કંપનીએ પ્રથમ બાઇક સિંગલ સીટ વાળી Classic 350 લોન્ચ કરી છે. તેની એક્સ શો રૂમ કિંમત 1.46 લાખ રૂપિયા છે. ફેક્ટરી ફિટેડ સિંગલ સીટ વાળી આ ક્લાસિક 350 હાલમાં લોન્ચ થયેલી સિંગલ સીટર બોબર બાઇક જાવા પેકરનેટ ટક્કર આપશે.
રોયલ એનફીલ્ડની આ ખાસ સ્કીમ હેઠળ ક્લાસિક 350ના નવા ગ્રાહકોને સિંગલ સીટ સિવાય ઘણા અન્ય ફેક્ટરી ફિટેડ એક્સેસરીનો વિકલ્પ મળશે. તેમાં ARAI સર્ટિફાઇડ અલોય વીલ્જ, વિભિન્ન સીટ ડિઝાઇન અને લેધર ઓપ્શન, ફ્યૂલ ટેન્ક ડેકલ્સ કે સ્ટિકર અને રિયર લગેજ રેક વગેરે સામેલ છે.
ફેક્ટરી ફિટેડ અક્સસરી સરકાર અને આરટીઓના માપદંડો અનુસાર છે અને 2 વર્ષની વોરંટીની સાથે આવે છે. સિંગલ સીટ વાળી ક્લાસિક 350 બે કલર (બ્લેક અને મર્કરી સિલ્વર
અને સિંગલ ચેનલ એબીએસની સાથે ઉપલબ્ધ છે.
પાવર
એન્જિનની વાત કરીએ તો ક્લાસિક 350ના સિંગલ સીટ વાળા વર્ઝનમાં પણ સ્ટાન્ડર્ડ મોડલ વાળુ 346ccનું એન્જિન છે. આ એન્જિન 5,250 rpm પર 19.80 bhpનો પાવર અને 4,000 rpm પર 28 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.
6 શહેરોમાં 141 ડીલરશિપ પર ઉપલબ્ધ છે સર્વિસ
આ સર્વિસ અત્યારે માત્ર દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં સ્થિત કંપનીની 141 ડીલરશિપ પર ઉપલબ્ધ છે. કંપની તબક્કાવાર અન્ય મોડલ્સ અને શહેરોમાં આ કસ્ટમાઇઝેશન સ્કીમ રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube