RR Kabel IPO: શાનદાર કમાણીની તક! કેબલ બનાવતી કંપનીનો આવી રહ્યો છે IPO, 225 કરોડ શેર બહાર પડશે
Upcoming IPO: જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ ખબર તમારા માટે છે. એકવાર ફરીથી તમારા માટે ઓછા રોકાણ પર સારું રિટર્ન મેળવવાની તક છે. ટીપીજી કેપિટલ(TPG Capital) સમર્થિત તાર કેબલ નિર્માતા આર આર કાબેલ (RR Kabel) એ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ફંડ ભેગુ કરવા માટે સેબી પાસે પ્રાથમિક દસ્તાવેજો દાખલ કર્યા છે.
Upcoming IPO: જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ ખબર તમારા માટે છે. એકવાર ફરીથી તમારા માટે ઓછા રોકાણ પર સારું રિટર્ન મેળવવાની તક છે. ટીપીજી કેપિટલ(TPG Capital) સમર્થિત તાર કેબલ નિર્માતા આર આર કાબેલ (RR Kabel) એ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ફંડ ભેગુ કરવા માટે સેબી પાસે પ્રાથમિક દસ્તાવેજો દાખલ કર્યા છે. દસ્તાવેજો (DRHP) મુજબ IPO હેઠળ 225 કરોડ રૂપિયા સુધીના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવસે.
1.72 કરોડથી વધુ ઈક્વિટી શેર વેચાણની રજૂઆત
આ સાથે જ પ્રવર્તક અને અન્ય શેરધારક 1.72 કરોડથી વધુના ઈક્વિટી શેરનુ OFS લાવશે. OFS માં શેર વેચનારા લોકોમાાં મહેન્દ્ર કુમાર રામેશ્વરલાલ કાબરા, હેમંત મહેન્દ્રકુમાર કાબરા, સુમીત મહેન્દ્રકુમાર કાબરા, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ અને રામ રતન વાયર્સ લિમિટેડ છે.
ટીપીજી કેપિટલની 21 ટકા ભાગેદારી
આ સિવાય અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ પણ ઓએફએસ અંતર્ગત કંપનીમાં પોતાની આંશિક ભાગીદારી વેચશે. આર આર કાબેલમાં ટીપીજી કેપિટલની 21 ટકા ભાગીદારી છે. કંપનીના નવા શેરોથી ભેગી કરેલી 170 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ બેંકો અને નાણાકીય સંસ્થાનાના કરજને આંશિક કે પૂરી રીતે કરજ ચૂકાવવામાં કરશે.
9 મેએ ઓપન થશે આ કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 95-100 રૂપિયા, જાણો GMP
દરરોજ 500 રૂપિયાનું રોકાણ તમને બનાવી શકે છે કરોડપતિ, સમજો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યૂલા
Amul કંપની આપશે દર મહિને પૂરા 5 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે ફાયદો?
આર આર ગ્લોબલ ગ્રુપની શાખા આર આર કાબેલે નાણાકીય વર્ષ 2021-22માં 214 કરોડ રૂપિયાના શુદ્ધ લાભ અને 4,386 કરોડ રૂપિયાનું રાજસ્વ કમાણી કરી. ગત નાણાકીય વર્ષ 2022-23 ના પહેલા ત્રિમાસિક માટે કંપનીએ 125 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ અને 4,083 કરોડ રૂપિયાના રાજસ્વની કમાણી કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube