નવી દિલ્હીઃ જો તમે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ  Railway Recruitment Board (RRB) તરફથી જાહેર કરાયેલી આસિસ્ટેન્ટ લોકો પાયલોટ અને ટેક્નીશિયનના આશરે 64 હજાર પદ માટે પરીક્ષા આપી છે તો આ સમાચાર જરૂર તમને ખુશ કરી દેશે. રિક્રૂટમેન્ટ બોર્ડ તરફથી અરજીકર્તાઓ દ્વારા જમા કરાવવામાં આવેલી ફીને પરત આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં રેલવે તરફથી તે અરજીકર્તાઓને ફી પરત આપવામાં આવી રહી છે જે પ્રથમ ચરણમાં કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ (CBT)માં બેઠા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશન જાહેર કરીને આપવામાં આવી સૂચના
રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ તરફથી આ વિશે નોટિફિકેશન જાહેર કરી સૂચના આપવામાં આવી છે. રેલવે તરફથી આ પદો માટેના પરિણામ 20 ડિસેમ્બર સુધી જાહેર કરવામાં આવશે. આરઆરબી તરફથી નોટિફિકેશનના માધ્યમથી જાણકારી આપવામાં આવી કે કેટલાક અરજીકર્તાઓએ ફોર્મમાં પોતાના બેન્ક ખાતાની ખોટી જાણકારી આપી હતી, જેના કારણે રિફંડ પ્રોસેસ ફેલ થઈ રહી છે. આવા અરજીકર્તાઓને 17 ડિસેમ્બર સુધી એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવશે અને તેમને યોગ્ય જાણકારી આપવાની તક આપવામાં આવશે. 


આ માટે રિફંડ આપવામાં આવી રહી છે ફી
તમને જણાવી દઈએ કે, આસિસ્ટન્ટ લોકો પાયલોટ અને ટેક્નીશિયન પદો માટે  વધારેલી ફીને લઈને ઉમેદવારો તરફથી ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોના વિરોધને જોતા રેલવે બોર્ડે ફી પરત આપવાનો નિર્ણય કર્યો છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ તરફથી તે સમયે કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને જ વધારાની ફી પરત આપવામાં આવશે. 


આટલી રકમ અપાશે પરત
રેલવેના ગ્રુપ સીના પદો પર અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી ચૂકવણી કરવામાં આવી હતી. આ પદો માટે બિન અનામત અને ઓબીસી વર્ગના ઉમેદવારોથી 500 રૂપિયા લેવામાં આવ્યા હતા. જ્યારે એસસી/એસટી માટે 250 રૂપિયા ફી આપી હતી. ઉમેદવારોના વિરોધને જોતા આરઆરબીએ કહ્યું કે, સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારોને 400 રૂપિયા પરત આપવામાં આવશે. તો એસસી/એસટીને 250 રૂપિયા પરત આપવામાં આવશે. આ રકમ ઉમેદવારોના ખાતામાં જમા કરાવવામાં આવશે. 


વાંચો બિઝનેસના અન્ય સમાચારો