ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બુધવારે કહ્યું કે 2,000 રૂપિયાની 98.12 ટકા નોટ અત્યાર સુધી બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે, જ્યારે 6691 કરોડ રૂપિયાના મૂલ્યની આવી નોટ હજુ પણ લોકોની પાસે છે. આરબીઆઈએ 19 મે, 2023ના 2000 રૂપિયા મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નોટોને પરત લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈએ નિવેદનમાં કહ્યું કે ચલણમાં વર્તમાન 2000 રૂપિયાની બેંકનોટોનું કુલ મૂલ્ય 31 ડિસેમ્બર, 2024ના કારોબારી સમાપ્તિ પર 6691 કરોડ રૂપિયા રહી ગઈ. આ મૂલ્ય 19 મે 2023ના આરબીઆઈના નિર્ણયના દિવસ 3.56 લાખ કરોડ રૂપિયા હતા. રિઝર્વ બેંકે કહ્યું- આ રીતે 19 મે 2023 સુધી ચલણમાં વર્તમાન 2000 રૂપિયાની કુલ 98.12 ટકા નોટ પરત આવી ચૂકી છે.


આ પણ વાંચોઃ મળી ગયો અમીર બનવાનો રસ્તો, જો તમે આ 6 ફાઈનાન્શિયલ ટિપ્સ સમજી તો તમારું નસીબ ચમકશે


7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં આ નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. જો કે, આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે. આ સિવાય સામાન્ય લોકો 2,000 રૂપિયાની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી RBIની કોઈપણ ઈસ્યુ ઓફિસમાં પોસ્ટ દ્વારા મોકલી શકે છે.


ચલણમાંથી પાછી ખેંચી લેવા છતાં રૂ. 2,000ની નોટો કાનૂની ટેન્ડર રહે છે. આરબીઆઈએ નવેમ્બર 2016માં ચલણમાંથી તત્કાલીન રૂ. 1,000 અને રૂ. 500ની બેન્ક નોટોને હટાવ્યા બાદ રૂ. 2,000ની નોટ રજૂ કરી હતી.