અમદાવાદઃ બાંધકામ કામદારો તથા તેમના પરિવારોને ગૌરવજનક જીવનની ખાતરી માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે (BOCWWB) બાંધકામ કામદારના મૃત્યુ અથવા કાયમી વિકલાંગતા થઈ હોય તેવા 153 કેસમાં નાણાંકીય સહાય પૂરી પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતે મૃત્યુ અને કાયમી વિકલાંગતાના કિસ્સામાં સહાય ઉપરાંત ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડે કામદારોના કલ્યાણ માટેની અન્ય યોજનાઓ પણ ચલાવી રહી છે.


બોર્ડના સભ્ય સચિવ બી. એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે “બાંધકામની કામગીરી દરમ્યાન અકસ્માતથી મોત કે કામને કારણે કાયમી વિકલાંગતા ઉભી થઈ હોય તો કામદારના નિકટના સ્નેહીને રૂ. 3 લાખની આ સહાય આપવામાં આવે છે. અમે અત્યાર સુધીમાં 153 લાભાર્થીઓને આ પ્રકારે રૂ. 4.56 કરોડની ચૂકવણી કરી છે.”


બી. એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કામદાર બોર્ડ સાથે રજીસ્ટર્ડ હોય કે ના હોય અથવા તો તે જ્યાં કામ કરતા હોય તે સાઈટ રજીસ્ટર કરાવી હોય કે ના કરાવી હોય તો પણ આ સહાય આપવામાં આવે છે. બોર્ડ તેની સાથે રજીસ્ટર થયેલા લાભાર્થીને અગ્નિસંસ્કાર (અંતિમ વિધી) માટે પણ નાણાંકીય સહાયની યોજના ચલાવી રહી છે.


 “અગ્નિસંસ્કાર (અંતિમ વિધી) માટે અગાઉ રૂ. 5,000ની સહાય આપવામાં આવતી હતી તે વધારીને રૂ. 7,000 કરવામાં આવી છે. આ સહાય માટે લાભાર્થી બોર્ડ સાથે નોંધાયેલા હોય તે જરૂરી બની રહે છે. અત્યાર સુધીમાં અમે 661 લાભાર્થીઓને અગ્નિસંસ્કાર (અંતિમ વિધી) માટે રૂ. 0.32 કરોડની સહાય કરી છે.”


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube