આઈટી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી આરએસ સોફ્ટવેરના શેરોએ છેલ્લા એક વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે. આરએસ સોફ્ટવેરના શેર છેલ્લા એક વર્ષમાં 26 રૂપિયાથી ઉછળીને 280 રૂપિયા પાર જતા રહ્યા છે. કંપનીના શેરમાં એક વર્ષમાં 1000 ટકા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આરએસ સોફ્ટવેરના શેર સોમવારે 22 એપ્રિલના રોજ 286.80 રૂપિયાના સ્તરે બંધ થયા હતા.  કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 298.50 રૂપિયા છે. જ્યારે 52 અઠવાડિયાનું લો લેવલ 25.55 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં તાબડતોડ રિટર્ન
આરએસ સોફ્ટવેરના શેર 24 એપ્રિલ 2023ના રોજ 26 રૂપિયા પર હતા. કંપનીના શેર 22 એપ્રિલ 2024ના રોજ 286.80 રૂપિયા પર બંધ થયા. કંપનીના શેરોમાં છેલ્લા એક વર્ષમાં 1003 ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ એક વર્ષ પહેલા આરએસ સોફ્ટવેરના શેરોમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હશે અને પોતાનું રોકાણ હોલ્ડ કરી રાખ્યું હશે તો હાલના સમયમાં આ શેરોની વેલ્યુ 11.03 લાખ રૂપિયા થઈ ગઈ હશે. આર એસ સોફ્ટવેરની માર્કેટ કેપ 737 કરોડ રૂપિયા છે. 


3 મહિનામાં 365% નો ઉછાળો
છેલ્લા 3 મહિનામાં કંપનીના શેરોમાં 365 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 23 જાન્યુઆરી 2024ના રોજ આ શેર 61.73 રૂપિયાના સ્તરે હતા. ત્યારબાદ 22 એપ્રિલ 2024ના રોજ શેરનો  ભાવ 286.80 રૂપિયા પર પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આરએસ સોફ્ટવેરના શેરોમાં 379 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના રોજ શેરનો ભાવ 59.92 રૂપિયા પર હતો. જે હવે 286 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં આરએસ સોફ્ટવેરના શેરોમાં 55 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube